GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

દુબઈ પોલીસે ભારત સાથે કર્યો દગો, ગુજરાતના કદાવર નેતાના હત્યારાને પાકિસ્તાનને સોંપ્યો

દુબઈ પોલીસે ભારત સાથે દગો કરીને એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારની પાકિસ્તાનને સોંપણી કરી દીધી છે. એક વિશ્વસ્ત સૂત્રને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ફારુખ દેવડીવાલાની સાથે લગભગ પંદર દિવસ પહેલા મોહમ્મદ અલી રોડ પરના જિમનો માલિક સેમ પણ પાકિસ્તાન પહોંચવામાં સફળ રહ્યો છે. આ બંનેની ત્રણ માસ પહેલા ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓની ટિપના આધારે દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ફારુખ દેવડીવાળા લગભગ દોઢ દશક પહેલા થયેલી ભાજપના નેતા હરેન પંડયાની હત્યાની સાજિશમાં સામેલ હતો.

ફારુખ દેવડીવાલા અને સેમ બંનેએ સાથે મળીને જોગેશ્વરીના ફૈઝલખાન અને ગાંધીધામના અલ્લારખા સાથે મિલિભગત કરીને ભારતમાં ફિદાઈન હુમલાનો કારસો રચ્યો હતો. ફૈઝલ અને અલ્લારખાની બે માસ પહેલા મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ધરપક કરવામાં આવી હતી. ફૈઝલે રેલવે ટ્રેકને ઉડાવાની પાકિસ્તાન ખાતે ટ્રેનિંગ પણ લીધી હતી. જે પાકિસ્તાની આતંકવાદીએ હરેન પંડયાની હત્યા કરી હતી.. તે મુંબઈમાં ફારુખ દેવડીવાલાના મકાનમાં જ રોકાયો હતો. મીડિયા અહેવાલમાં એક પોલીસ અધિકારીને ટાંકીને દાવો કરાયો છે કે આઈએસઆઈએ જ ફારુખ અને તેના સાથી સેમનો પાકિસ્તાની પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને દુબઈ પોલીસ પર પોતાનો પ્રભાવ પાડીને બંનેને પાકિસ્તાની ગણાવીને જેલમાંથી છોડવાય્ હતા. હવે આ બંને ગુનેગારો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે.

  • દુબઈ પોલીસે ભારત સાથે કર્યો દગો
  • ભારતના વોન્ટેડની કરી પાકિસ્તાનને સોંપણી
  • ફારૂખ દેવડીવાલાની કરાઈ પાકિસ્તાનને સોંપણી

Related posts

પોલીસની આ કાર્યવાહી મામલે ભાજપના હોદ્દેદારોએ આપી સામુહિક રાજીનામાની ચીમકી

Nilesh Jethva

અમદાવાદની આ 42 ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દીને આપવી પડશે સારવાર, ના પાડે તો આ અધિકારીને સીધો કરો ફોન

Ankita Trada

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુકાયું આધુનિક મશીન, કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો વાગશે સાયરન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!