સર્જરી કરીને પેટ નીકાળવાનું હતું અને એ જ સમયે દર્દીએ કરી એવી માંગ કે હસી પડશો

દુબઈના ઈજનેર ગુલામ અબ્બાસને જે દિવસે ખબર પડી કે તેને પેટનું કેન્સર છે, તેની દુનિયા બદલાઈ ગઈ. તબીબે કહ્યું કે કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અને એટલે સર્જરી કરી તેમનું પેટ ચીરવુ પડશે. પરંતુ આ પહેલા અબ્બાસે પોતાની પસંદગીની ડિશ ખાવાની ઈચ્છા જાહેર કરી. અચાનક વજન ઘટવાની અને ઉલ્ટી થવાની સમસ્યા થયા બાદ ગુલામ એક તબીબની પાસે સારવાર માટે ગયા હતાં. તબીબે તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેમને ત્રીજા તબક્કાનું પેટનું કેન્સર છે.

તબીબે કહ્યું કે તેમને પોતાનું પેટ બચાવવુ પડશે અથવા પોતાનું જીવન. ખલીજ ટાઈમ્સ મુજબ, તબીબે કહ્યું કે સર્જરીથી તેના પેટનો હિસ્સો નિકાળવો પડશે. અબ્બાસના બે દીકરા છે અને બંને ખૂબ જ નાના છે, એટલે અબ્બાસને જીવનનું વધારે મહત્વ છે. તે ઓપરેશન કરાવવા માટે તૈયાર થયો અને ડૉકટરો તેમની સર્જરી કરાવવા તૈયાર થઈ ગયાં. પરંતુ અચાનક ગુલામે પોતાની પસંદગીની સ્વાદિષ્ટ ડિશ બિરયાની ખાવાની ઈચ્છા જાહેર કરી હતી. અબ્બાસની પત્નીએ તાત્કાલિક બિરયાની તૈયાર કરી અને તેનો ભાઈ બિરયાની લઈને હોસ્પિટલ પહોંચ્યો.

હવે સવાલ ઉભો થાય છે કે પેટ નિકાળ્યા બાદ અબ્બાસ જીવતો કેવીરીતે રહેશે? હકીકતમાં પેટ નિકાળવાનો અર્થ તે નથી કે અબ્બાસ ખાવાનું કેવીરીતે ખાઈ શકશે, તે થોડું અને મસાલા વગરનું ભોજન લઈ શકશે.

એક કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. અલ મર્જોકીએ અખબારને કહ્યું, ‘પેટનું મુખ્ય કામ ખાવાનો સંગ્રહ અને તેને ટુકડામાં વિભાજીત કરી ધીરે-ધીરે આંતરડામાં મોકલવાનુ છે. જો કોઈના શરીરમાં પેટ ના હોય તો તે થોડું-થોડું ભોજન લઈ શકે છે, જે સીધા ગળામાંથી પસાર થઈને નાના આંતરડામાં પહોંચી જશે.’ આવી રીતે અબ્બાસ પણ ટૂંક સમયમાં ભોજન કરવા માંડશે. જોકે, અત્યારે તેમને લિક્વિડ ડાઈટ આપવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter