GSTV

દુબઈ એરપોર્ટના ટેક્સી વે પર ફ્લાય દુબઈ અને ગલ્ફ એરની થઈ એક બીજા સાથે ટક્કર! વિમાનના પાછળના ભાગને થયું નુકશાન

Last Updated on July 22, 2021 by pratik shah

દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભાગ્યે જ જોવા મળે તેવો અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટના ટેક્સી વે પર આજે સવારે ફ્લાય દુબઈ તેમજ બહેરીનની ગલ્ફ એર વિમાન એક બીજા સાથે ટકરાયા હતા.જોકે તેમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

કિર્ગિસ્તાન જઈ રહેલુ બોઈંગ વિમાન એક નાની દુર્ઘટનાનો શિકાર બન્યુ

ફ્લાય દુબઈ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, કિર્ગિસ્તાન જઈ રહેલુ બોઈંગ વિમાન એક નાની દુર્ઘટનાનો શિકાર બન્યુ છે. તેના કારણે તેને પાછા ફરવુ પડ્યુ હતુ. એ પછી બીજી ફ્લાઈટમાં યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. જે આ અકસ્માતના છ કલાક બાદ રવાના થઈ હતી. એરલાઈને કહ્યુ હતુ કે, ફ્લાય દુબઈ અધિકારીઓ સાથે મળીને ઘટનાની તપાસ કરશે. ટક્કરના કારણે વિમાનની પાંખને નુકસાન થયુ છે. બીજી તરફ ગલ્ફ એરનુ કહેવુ છે કે, અમારા વિમાનના પાછળના હિસ્સાને નુકસાન થયુ છે.

દુબઈ એરપોર્ટનુ કહેવુ છે કે, આ ઘટનાના કારણે રન વેને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી આ અકસ્માત સાથે નિપટી શકાય. બે કલાક બાદ રનવે ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!