નિત્યાનંદ આશ્રમનો વિવાદ વધુ વકરતા અંતે ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેની સીએસઆર એક્ટિવિટ માટેનો કરાર રદ્દ કર્યો હતો. આ ઉપરાંત કેલોરેક્સ ફાઉન્ડેશન એ લીઝ રદ કરી ડીપીએસના કેમ્પસમાં આવેલા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરવા નોટિસ આપી હતી અને આશ્રમના 24 બાળકો જે સીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેમના પણ પ્રવેશ રદ કરવા અંતેનો નિર્ણય કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસથી ડીપીએસ સ્કૂલ પાસે આશ્રમના 24 બાળકો જે તેમની શાળામાં અભ્યાસ કરે છે તેમના પ્રવેશ ફોર્મ ઉપરાંત તેમના વાલીની વિગતો માંગવામાં આવી છે પરંતુ સ્કૂલ તે આપવામાં ઠાગાઠૈયા કરે છે..અત્યાર સુધી બાલકોના વાલી કોણ છે અને ક્યાંના છે તે વિષે કોઈ પણ માહિતી શિક્ષણાધિકારીને આપી નથી. જો કે શકુળને આ જવાબ રજૂ કરવા માટે હજુ 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

READ ALSO
- VIDEO: આધુનિક ‘ટેસ્લા’માં ડ્રાઈવર અને પેસન્જર બન્ને ચાલતી કાર જોવા મળ્યા સૂતા, આ દ્રશ્ય જોઈને ભડક્યા લોકો!
- આ કહાની પર બનાવાશે મેગા બજેટ ફિલ્મ, આ ખાસ પાત્ર ભજવશે શાહિદ કપૂર
- રામમંદિરના નામે શરૂ થઇ દાનની અનૈતિક વસૂલી, રાષ્ટ્રીય બજરંગ દળ સામે એફઆઈઆર
- આ છે દુનિયાનું સૌથી રહસ્યમય અને ડરામણું જંગલ, જેમાં લોકો અંદર ગયા પછી નથી આવતા પરત
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો