GSTV

આતંકવાદીઓને મદદ કરનાર DSP દેવેન્દ્ર સામે જમ્મુ-કાશ્મીર પોલીસની સૌથી મોટી કાર્યવાહી, કરી દીધો સસ્પેન્ડ

કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનાર ડીએસપી દેવેન્દ્રસિંહ સામે સૌથી મોટી કાર્યવાહી થઈ છે. દેવેન્દ્રસિંહને જમ્મુ અને કાશ્મીર પોલીસે સસ્પેન્ડ કરી દીધો છે. જે અંતર્ગત એક સસ્પેન્શનનો આદેશ બહાર પડ્યો છે. દેવેન્દ્રસિંહ શનિવારે 2 આતંકવાદીઓ સાથે ઝડપાયો હતો. જે કેટલાક દિવસોથી રજા પર હતો. સંસદ પર હુમલાના કેસમાં પણ દેવેન્દ્રસિંહે આતંકવાદીઓની મદદ કરી હોવાના આરોપો છે. શ્રીનગરમાં સુરક્ષા એજન્સીઓએ ડિએસપી દેવેન્દ્ર સિંહના સંબંધીઓના ઘરે દરોડા માર્યા છે. એક રિપોર્ટ મુજબ સુરક્ષા એજન્સીઓએ એક બેંક ઓફિસર, એક ડોકટરના ઘરે તલાશી કરી છે.

આ ઉપરાંત શ્રીનગરના ઈન્દિરા નગરમાં સ્થિત શિવ મંદિરની પણ તપાસ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરોડામાં સેનાની15મી કોરનો પૂરો નકશો, સાડા સાત લાખ રૂપિયા અને મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં છે.

સુરક્ષા એજન્સીને શંકા છે કે દેવેન્દ્ર સિંહ પોતાના સંબંધીઓના ઘરમાં પૈસા છુપાવીને રાખતો હતો. દરોડા દરમિયાન સમગ્ર વિસ્તારની તપાસ માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરાયો હતો.

ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર ઈન્દિરા નગરની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીએ બે નાન બનાવનારની પણ પૂછપરછ કરી છે. આ બંને શિવ મંદિરમાં રોકાયા હતા.

સુરક્ષા એજન્સી કેટલાંક ઓવર ગ્રાઉન્ડ વર્કર્સને શોધી રહી છે, જેમના નામ દેવેન્દ્ર સિંહે પૂછપરછ દરમિયાન લીધા હતા.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!