GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ વર્ષે ગૌરીવ્રત કરનારી બાળાઓ ખાઈ શકશે મન ભરીને ડ્રાયફ્રૂટ્સ, સૂકામેવાની કિંમતમાં થયો છે આટલો મોટો ઘટાડો

1 જુલાઇથી ગૌરીવ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ વખતે સારી બાબત એ છે કે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો નથી. સૂકામેવાનાં ભાવમાં વધારો થવાને બદલે કિલોએ 100થી 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અષાઢ સુદ અગિયારસથી એટલેકે 1 જુલાઈથી બાલિકાઓ ગૌરીવ્રત કરશે અને ત્યારબાદ તેરસથી જયાપાર્વતી વ્રતની શરુઆત થશે. વ્રત દરમિયાન પાંચ દિવસ મોળુ ખાઇ ઉપવાસ કરવામા આવે છે. કાજુ-બદામ જેવા ડ્રાયફ્રુટસ તેમજ ફળો ખાવામા આવે છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ગૌરીવ્રતને કારણે ડ્રાયફ્રુટના બજારમાં તેજી આવે છે પરંતુ આ વખતે સારી બાબત એ છે કે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થયો નથી ઊલટાનું ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં કાલુપુર કરિયાણા અને ડ્રાયફ્રુટ બજારના વેપારીઓનું કહેવું છે કે આ વખતે  ડ્રાયફ્રુટનું બજાર  વધવાને બદલે ઘટી ગયું છે માલનો મોટાપાયે ભરાવો ગ્રાહકોમાં ઘટાડાને કારણે ભાવમાં કિલોએ 100 થી 300 સુધીનો ઘટાડો થયો છે

અમદાવાદ કાલુપુર કારીયાના અને  ડ્રાયફ્રુટ બજારમાં  સુકામેવાના ત્રણ મહિના પહેલાંના અને વર્તમાન  ભાવ પર નજર કરીએ તો,

ડ્રાયફુટસ  ત્રણ મહિના પહેલાના ભાવ હાલના ભાવ
કાજુ  960 થી 2000 760 થી 1600
બદામ  700 થી 10,000 600 થી 1000
અખરોટ 580 થી 1000 460 થી 800       
 અંજીર 1400 થી 2000 1200 થી 1600
ખારેક 300 થી 400              240 થી 360

વર્તમાન સમયે મોટાભાગની વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે ડ્રાયફ્રુટના ભાવમાં થોડો ઘટાડો થતાં ગૌરી વ્રત કરનારી છોકરીઓને થોડો ફાયદો થશે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!