જો આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની જાય છે. હિમોગ્લોબિન રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે કેટલાક આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું પડશે, તો જ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવી શક્ય બનશે. ચાલો જાણીએ આવી સ્થિતિમાં તમારા માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હિમોગ્લોબિન વધારતા ડ્રાયફ્રુટ્સ
અખરોટ
અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જેમાં પોષક તત્વોની કમી હોતી નથી. મુઠ્ઠીભર છાલવાળા અખરોટમાંથી શરીરને લગભગ 0.82 મિલિગ્રામ આયર્ન મળે છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમારે દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ.
પિસ્તા
પિસ્તાનો સ્વાદ ઘણા લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. મુઠ્ઠીભર પિસ્તામાં 1.11 મિલિગ્રામ આયર્ન હોય છે. જો તમે તેને નિયમિત આહારમાં સામેલ કરો છો, તો શરીરમાં આયર્નનું પ્રમાણ વધશે, જે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરશે.

કાજુ
કાજુનો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ અને વાનગીઓને ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે મુઠ્ઠીભર કાજુમાં લગભગ 1.89 મિલિગ્રામ આયર્ન હોય છે. આયર્ન અને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે આ એક અસરકારક ઉપાય છે.
બદામ
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે દિમાગને તેજ કરવા માટે આપણે દરરોજ બદામ ખાવી જોઈએ, પરંતુ જો તમારું શરીર હિમોગ્લોબિનની ઉણપને કારણે નબળું પડી ગયું છે, તો દરરોજ સવારે પલાળેલી બદામ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
READ ALSO:
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી