GSTV
Health & Fitness Life Trending

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

ઋતુ બદલાતાની સાથે જ શરદી-ઉધરસની સમસ્યા શરૂ થઈ જાય છે. એકવાર ઉધરસ શરૂ થઈ જાય પછી મટવાનું નામ નથી લેતી. ગળફાવાળી ઉધરસમાં કફ અને સુકી ઉધરસમાં ગળામાં બળતરા અને દુખાવાથી પરેશાન થઈ જવાય છે. સુકી ઉધરસ વધારે ખતરનાક હોય છે. તે સૂતી વખતે વધારે હેરાન કરે છે. અને તેને સહન કરવી ખૂબ અઘરી હોય છે. ઉધરસની ઘણી દવા માર્કેટમાં છે, પરંતુ આ દવાથી વધારે અસરકારક નુસખા આપણા ઘરમાં હોય છે. આપણે કુદરતી રીતે સુકી ઉધરસ થી છુટકારો મેળવી શકીએ છીએ.

મૂલેઠી

મૂલેઠીમાં રહેલા ન્યુટ્રીએંટ્સના કારણે મૂલેઠીનો ઉપયોગ ઉધરસની દવાઓ બનાવવામાં આવે છે. મૂલેઠીને ઉકાળીને તેનો ઉકાળો બનાવો. આ ગરમ ઉકાળાને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. સુકી ઉધરસને દૂર કરવા માટે આ નુસખો ખૂબ લાભદાયી છે.

લસણ

લસણ

લસણમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. લસણનું સેવન કરવાથી ઉધરસની સમસ્યા દૂર થઈ શકે છે. ઉધરસથી આરામ મેળવવા માટે લસણની કાચી કળીને ગરમ દૂધ અને હળદર સાથે મિક્સ કરીને પીવું ખૂબ લાભદાયી હોય છે. રાત્રે સૂતી વખતે આ નુસખાને અજમાવીને જુવો તરત આરામ મળશે.

ફૂડ્સ

મધ

સુકી ઉધરસમાં ગળફાની ગેર હાજરી હોય છે. એવામાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ગળામાં રાહત મળે છે અને ઉધરસમાં રાહત મળે છે. મધને ગરમ ચા અથવા લીંબુ પાણીમાં નાખીને પીવાથી સુકી ખાંસીની સમસ્યા દૂર થઈ જાય છે.

આદુ

આદુ

આદુ ઉધરસ માટે ખૂબ લાભદાયી છે. તેમાં એંટી ઇન્ફ્લેમેટરી અને એંટી વાયરલ ગુણ હોય છે જે ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે. આદુની ચા અથવા ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. તેનાથી ગળાનો દુખાવો અને બળતરા પણ દૂર થઈ જાય છે.

READ ALSO

Related posts

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan

શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ

Drashti Joshi

‘પશ્ચિમ બંગાળમાં દીદીનો સમય પૂરો, 2026માં ભાજપની સરકાર બનશેઃ’ અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડેહાથ

HARSHAD PATEL
GSTV