GSTV
Home » News » Video: નશામાં ધૂત હસીનાના ધતિંગા, હાઇ વૉલ્ટેજ ડ્રામા કરીને લોકોને આપવા લાગી Kiss

Video: નશામાં ધૂત હસીનાના ધતિંગા, હાઇ વૉલ્ટેજ ડ્રામા કરીને લોકોને આપવા લાગી Kiss

એવું સામાન્ય રીતે હિન્દી ફિલ્મોમાં જ જોવા મળે છે જ્યારે કોઇ હસીનાનું દિલ તૂટે અને તે રસ્તા પર ટલ્લી થઇને હોબાળો કરતી હોય. પરંતુ આવી જ ઘટના જયપુરના રસ્તાઓ પર શુક્રવારે તે બે પ્રકારનો હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. એક હતો મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્યોને જયપુરની એક હોટલમાં શિફ્ટ કરવા દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા. બીજી ઘટના સામે આવી નશામાં ટુન્ન એક હસીનાના ડ્રામાની….

વીવીઆઇપી વિસ્તારની ઘટના

જયપુરના ગાંધી સર્કલ વિસ્તારને વીવીઆઇપી વિસ્તાર માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે તેની નજીકમાં જ મંત્રીઓ અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા જજો અને વકીલોના આલીશાન બંગલા છે. વીવીઆઇપી વિસ્તાર હોવાના કારણે અહીં સુરક્ષા પણ વધુ રહે છે. તેમ છતાં સાંજના સમયે એક હસીનાએ સુરક્ષા વ્યવસ્થાની ઐસી-તૈસી કરીને રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખી દીધી અને જોરદાર હોબાળો કર્યો.

ટલ્લી યુવતીએ ફ્લાઇંગ કિસ સાથે આપ્યાં પોઝ

શોર્ટ ડ્રેસ અને આંખો પર ફેશનેબલ ચશ્મા લગાવીને યુવતી રસ્તા વચ્ચે કાર રોકીને ઉભી રહી જાય છે. તે બાદ શરૂ થયું કારનો દરવાજો ખોલીને વિન્ડો પર પર મુકીને ફ્લાઇંગ કિસ આપવાનું નાટક. હાથમાં મોંઘોદાટ મોબાઇલ લઇને યુવતીને હોબળો કરતાં જોઇને થોડી જ વારમાં ટ્રાફિક જામ થઇ ગયો.

કેટલાંક લોકો ઉભા રહીને યુવતીને વીડિયો બનાવવા લાગ્યા, તો કેટલાંક તેને સલાહ પણ આપવા લાગ્યાં. તેના પર હસીનાએ પણ તેમને શાનદાર ઉપમાઓ સાથે નવાજ્યા. આદત અનુસાર થોડી વારમાં પોલીસ પહોંચી અને યુવતીને પોલીસસ્ટેશન લઇ ગઇ અને હવે ત્યાં ચાલી રહ્યું છે કાર્યવાહીનું નાટક.

Read Also

Related posts

અમદાવાદમાં થયેલા BRTS અકસ્માત અંગે અમિત ચાવડાએ મેયરને લીધા આડેહાથ

Nilesh Jethva

પાગલપંતી મૂવી થઈ છે રિલિઝ, જાણો ફિલ્મનાં રિવ્યું વિશે…

pratik shah

શિયાળાની સીઝનમાં બનાવો હેલ્ધી ખજૂર રોલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!