GSTV

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

દારૂના નશામાં કંટેનર ચાલકના કારણે 100 કિ.મી. સુધી 6 પોલીસ સ્ટેશનની પોલીસ દોડતી રહી હતી. નશાખોર ડ્રાઈવરે તેનું કંટેનર ટ્રક એવી ભગાવી હતી કે અનેક સ્થળે બેરીક્ટસ તોડીને અને નાકાબંધીને ન ગણકારીને સતત ભાગતો રહ્યો અને પોલીસને પણ તેની પાછળ દોડાવતો રહ્યો હતો. પણ આખરે તે પકડાઈ ગયો હતો. રાજસ્થાનના વાગૌરમાં આ ઘટના બની હતી. એક કન્ટેનર ટ્રક સાથે ટકરાઈ હતી. કન્ટેનર ચાલક તેના બંને સાથીઓને સ્થળ ઉપર મૂકી કન્ટેનર લઇને નાસી છૂટયો હતો. પોલીસને શંકા હતી કે કન્ટેનરમાં દારૂ અથવા અન્ય માદક દ્રવ્યો છે.

સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. આવા 7 નાકાઓ તે તોડીને પોલીસને પડકારી રહ્યો હતો. પોલીસ તેને અટકાવવામાં સફળ ન રહી. આખરે તેનું ટાયર ફાટ્યું અને કન્ટેનરને અટકાવી દેવું પડ્યું હતું. તેની ટ્રકમાંથી દારું નહીં પણ શિયાળામાં ઓઢવા માટેવા ધાબળા હતા. જે રાજસ્થાનની ઘેટાના ઉનમાંથી બનાવેલા હતા. તે પોલીસના ડરથી ભાગી રહ્યો હતો.

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!