સરગવાની સિંગમાં ઔષોધિય ગુણ ભરપૂર માત્રામાં હોય છે. લોકો તેનું શાક બનાવીને ખાય છે. સરગવાની સિંગમાં વિટામિન-સી, વિટામિન-ઈ કેલ્શિયમ, પોટેશિયમ અને આર્યન જેવા અનેક પોષત ત્તત્વો હોય છે. સરગવાની સિંગમાં હાજર પોષક ત્તત્વો કેટલીક બીમારી સામે ફાયદાકારક સાબિત થાય છે અને શરીરને રોગો સામે રક્ષણ આપે છે. તો ચાલો આ અહેવાલમાં જાણીએ કે સરગવાની સિંગ ખાવાથી શરીરને ક્યા પ્રકારના ફાયદા થઈ શકે છે

ડાયાબિટિઝ સામે છે ફાયદાકારક
સરગવાની સિંગમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. તેમાં હાજર પોષક ત્તત્વો ડાયાબિટિઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સરગવાની સિંગ ખાવાથી બ્લડ સુગરમાં ખાસ વધારો થતો નથી.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાની સિંગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સરગવાની સિંગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર મેગ્નેશિયમ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને બ્લડ પ્રેશર વધતું નથી.
હૃદય માટે છે લાભદાયી
સરગવાની સિંગમાં જોવા મળતા પોષક તત્વો પ્લાકના સંચયને અટકાવે છે. સરગવાના પાંદડામાં બાયોએક્ટિવ સંયોજનોના ગુણધર્મો હોય છે. તેને ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો દૂર રહે છે.
ત્વાચાને બનાવે છે સારી
સરગવાની સિંગને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-બી અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે ત્વચાને ફાયદો કરે છે. સરગવાની સિંગમાં હાજર પોષક તત્વો પિમ્પલ્સ દૂર રાખવાનું પણ કામ કરે છે.

થાઈરોઈડને કરે છે કંટ્રોલ
થાઈરોઈડથી પીડિતા લોકો માટે સરગવાની સિંગ લાભદાયી સાબિત થઈ શકે છે. તે થાઈરોઈડ હોર્મોનને નિયંત્રિત કરે છે. સરગવાની સિંગ ખાવાથી થાઈરોઈડ હોર્મોનનું પ્રમાણ વધતું નથી.
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતોની મદદ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Also Read
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો