આસામના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અને આ સંદર્ભમાં બેની ધરપકડ કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસે મળેલી બાતમીના આધારે કામ કરતાં સોનાપુર પોલીસ સ્ટેશનના ટોલ પ્લાઝા વિસ્તારમાં મણિપુરથી આવેલી અને અનલોડ થઈ રહેલી ટ્રક આંતરી હતી.

પોલીસે આ દરોડામાં 4.6 લાખ યાબા ટેબ્લેટ્સ, 12 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 1.5 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યુ હતું, એમ ઓફિસરે જણાવ્યું હતું. આ ટ્રકના બંને કબ્જેદારોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ જારી છે. મુખ્યપ્રધાન હિમન્તના બિસ્વા સરમાએ આ કામ બદલ ગુવાહાટી પોલીસની પ્રશંસા કરી હતી.તેમણે તેને ડ્રગ્સ સામેના યુદ્ધમાં મોટી સફળતા ગણાવી હતી.
Read Also
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત