GSTV

ડ્રગકાંડ : આજે રકુલપ્રિત, કાલે શ્રદ્ધા અને સારા અને 25મીએ દિપીકા પદુકોણનો વારો, ટોપની હિરોઈનના નામ ખૂલ્યા

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સનો એંગલ ખુલતા તેની તપાસમાં રિયા ચક્રવતએ ડ્ગ્સ મામલે બોલીવૂડની હસ્તીઓના વટાણાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબી- સમક્ષ વેરી નાંખતાં આજે બોલીવૂડની ટોચની હિરોઇનો દિપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાને સમન્સ મોકલવામાં આવ્યા છે. આગામી ત્રણ દિવસોમાં આ તમામ સ્ટારને પૂછપરછ માટે હાજર થવા માટે નેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા જણાવાયું છે. આમાંથી રકુલ પ્રીત સિંહ, સિમોન ખંભાતા અને શ્તિ મોદીને ૨૪ સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે જ્યારે દિપિકા અને કરિશ્મા પ્રકાશને ૨૫ સપ્ટેમ્બરે હાજર થવા માટે જણાવાયું છે. જ્યારે શ્રદ્ધા કપૂર અને સારા અલીખાનને ૨૬ સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે જણાવાયું છે.

આજે રકુલપ્રિત, કાલે શ્રદ્ધા અને સારા અને 25મીએ દિપીકા પદુકોણનો વારો

દિપિકા પદુકોણે તેની મેનેજર કરિશ્મા પ્રકાશ પાસે ચેટ કરી ર્ડ્ગ્સ મંગાવી હતી. હાલ દિપિકા પદુકોણ અને સારા અલી ખાન ગોવામાં છે. એનસીબી કરિશ્મા પ્રકાશ અને દિપિકાને આમને સામને બેસાડી પૂછપરછ કરી શકે છે. વીતેલા જમાનાના વિખ્યાત ખલનાયક શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર પર એનસીબીએ સંકજો કસ્યો છે. સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની એનસીબી દ્વારા બે દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જયાએ એનસીબી સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે શ્રદ્ધા કપૂરને સીબીડી ઓઇલ નામની ડ્રગ્સ અપાવી હતી.

ટોપની હિરોઈનના નામ ખૂલ્યા

જયા ઉપરાંત ફાર્મ હાઉસના બોટમેને પણ શ્રદ્ધા વિશે બયાન આપ્યું છે કે તે આ પાર્ટીમાં સામેલ હતી જ્યાં ગાંજાનું સેવન કરવામાં આવ્યું હતું. રિયા ચક્રવતએ પણ શ્રદ્ધા કપૂરનું નામ ઉલટતપાસમાં જણાવ્યું હતું. હવે એનસીબી રિયા અને તેના ભાઇ શૌવિકના નિવેદનો નોંધી શ્રદ્ધા ફરતે ગાળિયો મજબૂત બનાવશે તેમ માનવામાં આવે છે.

એનસીબી સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે શ્રદ્ધા કપૂરને સીબીડી ઓઇલ નામની ડ્રગ્સ અપાવી

બોલીવૂડની ટોચની હિરોઇન દિપિકા પદુકોણની ૨૦૧૭ની ચેટ એનસીબી પાસે છે. જેમાં દિપિકાએ કરિશ્મા પાસે વીડ અને ગાંજો મંગાવવાની વાત કરી હતી. કરિશ્મા પ્રકાશ ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી અને દિપિકાની મેનેજર છે. એનસીબીએ કરિશ્માને પહેલાં જ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા પણ તેણે તબિયત સારી ન હોવાનું જણાવી ૨૫ સપ્ટેમ્બર સુધી રાહત મેળવી હતી. એનસીબી પાસે દિપિકા પદુકોણ અને કરિશ્માની ચેટ છે જેમાં ડી એટલે કે દિપિકા કે એટલે કે કરિશ્મા પાસે માલની માગણી કરે છે.

એનસીબી પાસે દિપિકા પદુકોણ અને કરિશ્માની ચેટ છે જેમાં ડી એટલે કે દિપિકા કે એટલે કે કરિશ્મા પાસે માલની માગણી કરે છે

જેના જવાબમાં કરિશ્માએ જણાવ્યું હતું કે મારી પાસે છે પણ તે ઘરમાં છે. હું હાલ બાન્દ્રામાં છું. તું કહે તો હું અમિતને પૂછી જોઉં. ત્યારે દિપિકાએ હા, પ્લીઝ જવાબ આપતાં કરિશ્માએ જણાવ્યું હતું કે અમિત પાસે છે તે લઇને આવી રહ્યો છે. જેના જવાબમાં દિપિકા પૂછે છે હેશ છેને? વીડ નહીં. બીજી તરફ સુશાંતને સિગારેટમાં ગાંજો પીવાની ટેવ હતી અને તેને આ લત કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પડી હતી તેમ રિયાએ જણાવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે હિરોઇન તરીકે સારા અલી ખાન હતી તેને પણ એનસીબીએ ડ્રગ્સના મામલે સમન્સ મોકલ્યા છે. રિયાએ એનસીબીને એમ પણ જણાવ્યું હોવાનું મનાય છે કે સારા અને સુશાંત બંને સાથે સ્મોક કરતાં હતા. પાવના ફાર્મ હાઉસમાં બંને સાથે ડ્રગ્સ લેતા હતા અને ત્યાં પાર્ટી પણ કરતાં હતા.

સારા અલી ખાન એ સૈફ અલી ખાનના અમૃતાસિંહ સાથેના લગ્નથી થયેલી પુત્રી છે. બુધવારે એનસીબીની ટીમે ફિલ્મમેકર મધુ મન્ટેના, ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઇઓ ધ્વ, ટીવી એકટ્રેસ સનમ જૌહરી અને તેની સાથી અબિગેલ પાંડેની પણ પૂછપરછ કરી હતી. આમ આ મામલે હવે ટીવી ઇન્ડ્સ્ટ્રીના નામો પણ ખુલે તેવી શક્યતા છે. એનસીબીએ બોલીવૂડમાં ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે એફઆઇઆર નોંધાવેલી છે. આ મામલે રિયા અને તેના ભાઇ સહિત કુલ ૧૯ જણાની ધરપકડ કરવામાં આવી છે. રિયા પાસેથી ૫૯ ગ્રામ મારિહુઆના મળી આવ્યું હતું. રાજપૂતનું મોત થયું ત્યારે તેની સાથે ડેટિંગ કરતી રિયા હાલ આ મામલે જેલમાં છે.

રિયાની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે રિયાએ બોલીવૂડની ૨૫ મોટી સેલેબ્રિટીઝ ર્ડ્ગ્સનું સેવન કરતી હોવાનું જણાવ્યું હતું. એ પછી રિયાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ એનસીબીએ સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહા અને અનેક ડ્રગ પેડલરોની પૂછપરછ કરી બોલીવૂડમાં વ્યાપેલાં ડ્રગ્સના નેટવર્કના તાર મિલાવ્યા હતા. જેને પગલે આજે ટોચની હિરોઇનોને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!