GSTV

25 હજાર લોકોને ડ્ર્ગ્સના ડોઝ દેવાની થઈ રહી હતી તૈયારી, નશા બાદ ખેલાતો હતો ખુની ખેલ

ઝારખંડની રાજધાની રાંચીમાં એવી દવાનો જથ્થો પકડાયો છે. જેનો ઉપયોગ ડ્રગ્સના રૂપમાં કરવામાં આવનારો હતો અને 25 હજાર લોકોને નશાના ગુલામ બનાવવનો હતો. રાંચીમાં પણ મોટા પ્રમાણમાં પકડાયેલા ડ્રગ્સના કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરીને જેલ મોકલી દેવાયા છે.

જપ્ત ડ્રગ્સની બજાર કિંમતમાં કરોડોમાં આંકવામાં આવી રહી છે. ઉંડી તપાસ અને ડ્રગ્સ સત્યાપન થયા બાદ બુધવારે મોડી સાંજે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો વિરૂદ્ધ અન્ય કલમોની સાથે NDPS એક્ટની કલમો લગાવવામાં આવી છે. પકડાયેલા ડ્રગ્સથી 25 હજાર લોકોને ડોઝ દેવાની તૈયારી કરવામાં આવી હતી. જપ્ત દવાઓમાં માદક પદાર્થનું મિશ્રણથી આ ગંભીર બિમારી થયા બાદ ડોક્ટરની સલાહ બાદ દેવામાં આવે છે. અહીંયા રેડ ડ્રગ કંટ્રોલર ઋતુ સહાયના નિર્દેશનમાં કરવામાં આવી છે.

દેશની માયાનગરી મુંબઈમાં ડ્રગ્સની ચર્ચા તો થઈ રહી છે ત્યારે ઝારખંડની રાજધાની રાંચીમાં ડ્રગ્સ લેનારાઓની સંખ્યામાં ઘણી વધારે છે.રાજધાનીના રાતુ વિસ્તારમાં ડ્રગ્સની મોટી ખેપ પકડાઈ છે. જેનાથી 25 હજાર લોકોને નશાના ડોઝ દેવાની તૈયારી થઈ રહી હતી. ગુમલા પોલીસના ત્રણ લોકોને ડ્રગ્સની સાથે પકડી પાડ્યાં છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ બાદ રાંચીના રાતુના એક ઘરમાં પોલીસ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગના લોકોએ દરોડો પાડ્યો તો તેના હોશ ઉડી ગયાં હતાં.

તે ઘરમાં ડ્રગ્સની આટલી મોટી ખેપ પકડાઈ કે, પોલીસ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગને એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયામાં બે દિવસ લાગી ગયા. પકડાયેલા ડ્રગ્સની કિંમત 50લાખની નજીક છે. પરંતુ તેનું બજાર 20 ગણું થઈ શકે છે. જેના કારણે તેની કિંમત કરોડોમાં થાય છે.

ડ્રગ્સની સાથે રાંચીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ડ્રગ્સમાં અફીમની માત્રા છે જેને ડોક્ટરની સલાહ ઉપર જ ગંભીર દર્દીઓને દેવામાં આવે છે.

દરોડામાં ગેંગનો લીડર અંબુજસિંહ પોતાના બે લોકોની સાથે ફરાર થઈ ગયો છે. જપ્ત ડ્રગ્સ મોટી સંખ્યામાં યુવાઓે દેવાની તૈયારી થઈ ગઈ હતી. આ ડ્રગ્સને જો દમના દર્દીને આપવામાં આવે તો તેનું મોત પણ થઈ શકે છે.

પકડાયેલી ડ્રગ્સ ટેબલેટ, કફ સિરપ અને સિરિંજના રૂપમાં પકડાઈ છે. તેનું સેવન કર્યાં બાદ કોઈ પણ વ્યક્તિની નેગેટિવ વિચારશક્તિ પૂર્ણ થઈ જાય છે. તે ઉગ્ર થઈ જાય છે અને કોઈ પણ ખોટા કામ કરી શકે છે. તેના સેવન બાદ કોઈ પણ વ્યક્તિ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે ડેડ થઈ જાય છે.

તેના ડોઝ ખાસ કરીને ક્રિમિનલ, ટેરેરિસ્ટને વિશેષ રીતે દેવામાં આવે છે. તેનું સેવન બાદ સરળતાથી ક્રાઈમની ઘટનાઓને અંજામ આપી શકાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે પકડાયેલી ડ્રગ્સ કોડીન ફાસ્ફેટ, એન્ટેન,ટ્રામાડોલ પેંટાજોસિનના ઝારખંડમાં ન તો કોઈ સપ્લાયર છે અને ન તો કોઈ સ્ટોકિસ્ટ. પકડાયેલા ડ્રગ્સની 20 ગણોથી વધારે નફો કમાઈ શકાય છે. આ ડ્રગ્સને જો કોઈ પણ સતત 10 દિવસ સુધી સેવન કરે તો તે તેનો એડિક્ટ થઈ જાય છે. અને આ ડ્રગ્સ લેવા માટે કઈ પણ કરી શકે છે. તાજેતરના દિવસોમાં જાણવા મળ્યું છે કે, તેનું સેવન કર્યાં બાદથી જ અપરાધી બેદર્દીથી લોકોની હત્યા કરી રહ્યાં છે.

ડ્રગ ઈન્સપેક્ટર પ્રતિભા ઝાએ જણાવ્યું કે, પકડાયલી ડ્રગ્સની કિંમત 50 લાખની નજીક છે. પરંતુ તેનું બજાર મુલ્ય કરોડોમાં છે, જેને ડોક્ટરની સલાહ ઉપર ગંભીર દર્દીઓને આપવામાં આવે છે. પકડાયેલી દલા હિમાચલ પ્રદેશના સોલનથઈ લાવવામાં આવી હતી. દરોડોમાં ગેંગનો લીડર અંબુજ સિંહ ફરાર થઈ ગયો છે. ગુમલાથી ત્રણ લોકોની અને રાંચીથી પણ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાંચીના જે ઘરમાં ડ્રગ્સ મળી આવ્યું તેમાં શામેલ અંબુજ સિંહ, છોટું સિંહ અને મંટૂ સિંહ ફરાર છે.

રાંચીના ગ્રામીણ એસપી નૌશાદ આલમે જણાવ્યું કે, કરોડો રૂપિયાની ડ્રગ્સ પકડાઈ ગઈ છે. ગુમલાના એસપીની સુચનાના આધાર ઉપર રાંચીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમયાન ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ફરાર ત્રણ લોકોની ધરપકડ માટે પોલીસની લાગી ગઈ છે. આ ડ્રગ્સને સામાન્ય લોકો પાસેથી ઉંચી કિંમત વસુલવામાં આવી રહી છે. જે પણ આ ઘટના સાથે સંડોવાયેલા હશે તેને છોડવામાં નહીં આવે.

ઝારખંડમાં પણ ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. આ પહેલા પણ ડ્રગ્સ પકડાઈ હતી. જો કે રાજ્યના ઘણા નક્સલ પ્રભાવિત જિલ્લામાં અફીણની ગેરકાયદે ખેતી થાય છે. પરંતુ ડ્રગ્સની આટલી મોટી ખેપ સામે આવ્યા બાદ ડ્રગ્સ કંટ્રોલર અને પોલીસ કડક થઈ છે. ફરાર ગેંગના લીડરની ધરપકડ બાદ જ જાણવા મળશે કે ડ્રગ્સના આ ખેલમાં કેટલા લોકો શામેલ હતા અને તેને સંરક્ષણ આખરે કોણ આપતું હતું.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!