ગુજરાત હવે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં દિવસે દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ સામે આવ્યું હતું કે ડાર્ક વેબ મારફતે અમેરિકાના ડ્રગ્સનું વેચાણ અહીં ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે હવે ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશન સામે આવ્યું છે અને સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કેટલીક માંગ પણ કરી છે.

એસોસિએશનના જનરલ સેક્રેટરીનું સ્પષ્ટ કહેવું છે કે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે કારણકે દવાના નામે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. સરકારને ઘણી વખત ચેતવણી પણ આપી છે, તો પણ સરકારના પેટનું પાણી નથી હલતું. ઓનલાઈન ગેરકાયદે જે દવાઓનું વેચાણ ચાલી રહ્યું છે તેને તત્કાલ અસરથી બંધ કરી યુવાધનને બચાવવુ જરૂરી છે.
દ્વારકા ડ્રગ્સ કેસમાં એસ.ઓ.જી. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા 315 કરોડના ડ્રગ્સના મામલે વધુ 2 આરોપીઓ ઝડપાયા છે. જેમાં દિલ્હીથી સી.જે નામના એક નાઇજીરિયન યુવકની તેમજ આમીન વાંઢા નામના યુવકની સલાયાથી એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે આ પ્રકરણમાં મૂળ પાકિસ્તાનના હાજી ફિદા હુસેન જેણે ડ્રગ્સ સપ્લાય કર્યું હતું તેને અને મુંબઇમાં રહેતા લકી નામના નાઇજીરીયને ફરાર જાહેર કરાયો છે.

સલાયામાંથી પકડાયું હતું ડ્રગ્સ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ઝડપાયેલા ડ્રગ્સ મામલે તપાસનો ધમધમાટમાં સલાયાથી વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. કુલ 300 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા ખાતે ઝડપાયેલા 88 કરોડથી વધુના 17 કિલો ડ્રગ્સ મામલે તપાસનો ધમધમાટ સલાયા સુધી પહોંચ્યો હતો.

વહાણવટાનો વ્યવસાય કરતા સલીમ કારા અને અલી કારાને ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની તપાસ
સલાયાના વહાણવટાનો વ્યવસાય કરતા સલીમ કારા અને અલી કારાને ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં ડ્રગ્સના 47 પેકેટ મળી આવ્યાં હતાં. જેનું વજન 46 કિલોગ્રામ થાય છે. ત્યારે ખંભાળિયાના 17 કિલો અને સલાયાથી મળેલા 46 કિલો ડ્રગ્સ સાથે કુલ 63 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

ત્રણ આરોપીઓ સાથે દેવભૂમિ દ્વારકા પોલીસે 63 કિલો ડ્રગ્સ ઝડપ્યું
આમ, કુલ ત્રણ આરોપીઓ સાથે દેવભૂમિ દ્વારકા પોલીસે 63 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કુલ કિંમત અંદાજે 300 કરોડથી પણ વધુ થાય છે. જો કે, આ મામલે એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોડી રાત સુધી સલાયા ખાતે તપાસ ચલાવી હતી.
Read Also
- કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો
- અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ
- પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ