જો દવાઓની ગુણવત્તા નબળી હોવાનું જણાય છે, તો ડ્રગ માર્કેટિંગ કંપનીઓ પણ જવાબદાર રહેશે. સરકારે ડ્રગ કોસ્મેટિક એક્ટમાં ફેરફાર કરી તેને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. હમણાં સુધી, ફક્ત મેન્યુફેક્ચરિંગ કંપનીઓની જવાબદારી નિશ્ચિત હતી. આ નિયમ આવતા વર્ષે માર્ચથી અમલમાં આવશે. મોટી કંપનીઓ જે નાની કંપનીઓ પાસેથી દવાઓ બનાવીને માર્કેંટિંગ કરતી હતી, હવે તેની પણ જવાબદારી રહેશે. નવા કાયદામાં જણાવાયું છે કે જો દવામાં ભેળસેળ જોવા મળે છે, તો તેનાથી આજીવન સજા થશે.

દવાઓને લઈને કેન્દ્ર સરકારની સૌથી મોટી સલાહકાર સંસ્થા, ડ્રગ ટેક્નિકલ એડવાઈઝરી બોર્ડે વર્ષ 2018 માં આ વાતની ભલામણ કરી હતી કે, ડ્રગ ઉત્પાદકોની સાથે સાથે માર્કેટિંગ કંપનીઓને પણ જવાબદાર ઠેરવવી જોઈએ.

વર્તમાન કાયદા હેઠળ, દવાઓ બનાવતી કંપનીઓને જવાબદાર માનવામાં આવે છે. મોટી કંપનીઓ તેનો ફાયદો ઉઠાવતી હતી. તે પોતે લાઇસન્સ લઈને પોતે માર્કેટીંગ કરતી હતી, જ્યારે મેન્યુફેક્ચરિંગ કોઈ નાની કંપની પાસે કરાવતી હતી અને પોતે બચી નીકળતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિયમો અંતર્ગત, જો દવાઓની ગુણવત્તા નબળી હોવાનું જણાય તો ત્રણથી પાંચ વર્ષની સજા થઈ શકે છે. જો આ મામલો ભેળસેળનો નીકળે તો આજીવન સજાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે આ બાબતોને ઠીક કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓને એક વર્ષનો સમય આપ્યો છે. નવા નિયમો 2021 માર્ચથી અમલમાં આવશે. દવાઓ પર હંમેશાં અનેક પ્રકારના વિવાદો આવતા રહે છે. તેમાં ભેળસેળ અથવા નકલી દવાઓની ફરિયાદો ઘણીવાર જોવા મળે છે. સરકારના આ નિયમનો લાભ સામાન્ય માણસને મળશે.
READ ALSO
- IPL 2022/ ગૌતમ ગંભીરનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ચર્ચામાં, ફેન્સે આપ્યાં આવા મજેદાર કેપ્શન
- રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
- ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા
- રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!
- સરકારી નોકરી / ગુજરાત મેટ્રો રેલના અનેક પદો પર ભરતી, અરજી કરવા માટે બચ્યા માત્ર આટલા દિવસ