GSTV

ડ્રગ્સ કેસ: એક મહિના બાદ જેલમાંથી બહાર આવશે રિયા ચક્રવર્તી, શોવિકની જામીન અરજી કોર્ટે ફગાવી

રિયા

ડ્રગ્સ કનેક્શનને લઈને રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે સશરત જામીન આપી દીધા છે. પરંતુ રિયાના ભાઈ શોવિકની જામીન અરજી ફગાવી દેવાઈ છે. ડ્રગ પેડલર બાસિત પરિહારના જામીન પણ કોર્ટે રિજેક્ટ કર્યા છે.રિયાએ એક લાખ રૂપિયા અને પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. રિયાએ મુંબઈ બહાર જવા માટે મંજૂરી લેવી પડશે અને જ્યારે પણ પૂછપરછ માટે બોલાવે ત્યારે હાજર રહેવું પડશે.

અગાઉ કોર્ટે પાંચેય જામીન અરજી ફગાવી હતી

11 સપ્ટેમ્બરે સ્પેશ્યલ NDPS કોર્ટે આ પાંચેયની જામીન અરજીને ફગાવી દીધી હતી. જે બાદ તમામને બોમ્બે હાઈકોર્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. 29 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટે તમામની જામીન પર અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રિયાને એનસીબીએ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. રિયા અને તેના ભાઈની કેટલાક ડ્રગ્સ પેડલર સાથે ચેટ પણ સામે આવી હતી.

શોવિક અને અન્ય આરોપીઓના જામીન રદ

વીડિયો કોન્ફરન્સથી બોમ્બે હાઈકોર્ટમાં રિયા અને તેના ભાઈ શોવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંતની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી. આ પહેલા સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની 20 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી દીધી હતી. જેમાં રિયાને જામીન મળ્યા છે. જ્યારે તેના ભાઈ અને અન્ય આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે.

છેલ્લાં 30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈ કાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો.

Read Also

Related posts

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan

ચીન લાલઘૂમ/ ભારતની વેક્સિન ડિપ્લોમસીથી ડ્રેગનના પેટમાં તેલ રેડાયુ, ગ્લોબલ ટાઇમ્સમાં ભારતીય રસી વિશે એલફેલ લખ્યું

Bansari

કંઇક નવુ થવાના એંધાણ/ ચીન સાથે તણાવ વચ્ચે ભારતની ત્રણેય સેનાએ દેખાડ્યો દમ, બંગાળની ખાડીમાં કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!