GSTV

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

બોલીવુડમાં ડ્રગ્સનો કેટલો ઉપયોગ થાય છે અથવા કલાકારો અને અભિનેત્રીઓ કેટલી હદ સુધી ડ્રગમાં ડૂબી જાય છે તે વિશે આજકાલ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યું હતું. અનેક ડ્રગ ચેટ્સ સામે આવ્યા, જેનાથી ઘણા મોટા ઘટસ્ફોટ થયા. રિયા ચક્રવર્તીને જેલમાં જવું પડ્યું. હવે નવી ડ્રગ ચેટ્સ સામે આવી છે, જે બોલીવુડના ઘણા સ્ટાર્સને મુશ્કેલીમાં મુકી શકે છે.

ડ્રગ્સ કનેક્શનમાં સામે આવી નવી ચેટ

નવા ડ્રગ ચેટમાં જે બોલીવુડની હસ્તીઓનાં નામ છે, તેઓ S, N, D, K સાથે શરૂ થાય છે. તે બધા ડ્રગ્સ વિશે વોટ્સએપ પર ચેટ કરે છે. એક અભિનેત્રીનું નામ N થી શરૂ થાય છે, જ્યારે બીજી અભિનેત્રીનું નામ K થી શરૂ થાય છે. સામે આવેલી ચેટમાં N અને J ને કહ્યુંકે,- મને કંઈક સારું MD આપો. જ્યારે Dએ Kને પૂછ્યું કે, શું તારી પાસે ‘માલ’ છે? તેનાં જવાબમાં Kએ કહ્યુકે, પરંતુ ઘરે. હું બાંદ્રામાં છું. આ નવી વોટ્સએપ ચેટ્સમાંથી બોલિવૂડની 5 ટોચની હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે. કથિત રીતે K, D, S, N એ બધા એ-લિસ્ટ એક્ટર છે.

NCB કરી રહ્યુ છે ઉચ્ચ લેવલની તપાસ

સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સોમવારે અભિનેતાના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને તેના ટેલેન્ટ મેનેજર જયા સાહાને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમની પૂછપરછ દ્વારા બોલિવૂડમાં ડ્રગ્સના અનેક પાસાઓ બહાર આવી શકે છે. જયા સાહાના ફોન પરથી મેળવેલા ડેટા બતાવે છે કે બોલિવૂડ સ્ટાર્સ તેમને CBD તેલ અને ડ્રગ્સ સપ્લાય કરવાનું કહેતા હતા. જયા સાહાના વોટ્સએપ ગ્રુપનો ભાગ બોલિવૂડની ઘણી હસ્તીઓ છે. રિયા ચક્રવર્તી પછી જયા સાહા બી-ટાઉન કાર્ટેલની એક મહત્વપૂર્ણ કડી છે. NCB તે સ્ત્રોતને જાણવા માંગે છે કે જયા જાણીતી હસ્તીઓ માટે CBD તેલની વ્યવસ્થા કરતી હતી. એજન્સી જયા સાહાને SLB અને અમિતના નામ વિશે પણ પૂછે છે, જેનો ચેટમાં કથિત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીનું મોટુ નિવેદન, આ મહિનામાં આવી જશે રસી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!