GSTV

ડ્રગ્સ કનેક્શન : NCBનું સમન્સ પહોંચતા જ ગોવાથી મુંબઈ પરત ફરશે દિપીકા, આ તારીખે થશે પૂછપરછ

સુશાંતસિંહ રાજપુત મોત મામલા બાદ ડ્રગ્સ કનેક્શનમાં કેટલાક મોટા નામો સામે આવ્યાં છે. આ વચ્ચે દિપિકા પાદુકોણ, સારાઅલી ખાન, રકુલ પ્રિત સિંહ અને શ્રદ્ધા કપુર જેવા સ્ટારને સમન્સ મોકલવામાં આવ્યાં છે. સાત લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરના રોજ દિપીકા પાદુકોણની પૂછપરછ કરાશે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરને 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલવવામાં આવી છે. રકુલ પ્રીત અને સિમોન ખંબાટાને કાલે બોલાવાયા છે.

એનસીબી પૂછપરછ માટે બોલાવશે

એનસીબી તરફથી તાજેતરમાં સાત લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે. દિપીકા સહિત જેના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યાં છે તેને એનસીબી પૂછપરછ કરવા માટે સમન્સ મોકલશે. ત્રણ ચાર દિવસની અંદર આ તમામ લોકોની પૂછપરછ કરાશે. દિપીકા પાદુકોણનું ચેટથી ખુલાસો થયો છે. જેમાં દિપીકા ઉપર આરોપ લાગ્યો છે કે તે ડ્રગ્સ માંગી રહી છે. ક્વાન કંપનીમાં કામ કરનારી કરિશ્મા સાથે તે વાત કરી રહી છે.

ગોવામાં છે દિપીકા અને સારા

જાણકારી પ્રમાણે દિપીકા અત્યારે ગોવામાં છે. તેની જેના સાથે ચેટ થઈ રહી હતી કરિશ્મા પણ કોઈ શૂટ માટે ગોવામાં છે. કરિશ્માને પણ એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે. જે લોકોએ બિમારીનું બહાનું બતાવ્યું તે બાદ કરિશ્માને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. તો સારા અલી ખાન પણ પોતાની માં અમૃતા સિંહની સાથે ગોવામાં ઘર પર છે. સારાનું સૌથી પહેલું નામ રિયા ચક્રવર્તીએ લીધું હતું.

સુત્રોનું શું છે કહેવું

એનસીબીના સુત્રોનું કહેવું છે કે, તમામની સામે પુરાવા તૈયાર કરી લેવાયા છે. કેયલાક લોકોના નિવેદનો પણ નોંધાઈ ચુક્યાં છે. રિયા ચક્રવર્તીનું નિવેજન પણ આ મામલે લેવામાં આવ્યું છે તે બાદ પુરાવા લેવાયા છે. એનસીબી આ સ્ટાર્સની સામે પુરાવા મેળવતા પહેલા કેટલાક ડ્રગ્સ પેડલર્સની પૂછપરછ કરી હતી.

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!