GSTV

મોટો ખુલાસો/ NCBની ઓફિસમાં જવાબ આપવા જાય તે પહેલા આવી મોટી ખબર, ડ્રગ્સ ચેટ ગ્રુપની એડમિન હતી દીપિકા પાદુકોણ

ડ્રગ્સ વિવાદોમાં ઘેરાયેલી દીપિકા પાદુકોણની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. હાલમાં જ એનસીબીએ અભિનેત્રીઓની સાથે કરેલી પૂછપરછમાં કેટલીય વિગતો સામે આવી શકે છે. સાથે જ દીપિકા પણ એનસીબીની ઓફિસો સવાલોના જવાબ આપવા આવવાની છે. ત્યારે આ તમામની વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, દીપિકા પાદુકોણ તે વોટ્સએપ ગ્રુપની એડમિન હતી, જેમાં ડ્રગ્સની માગ કરવામાં આવી હતી. દિપીકા ખુદ 2017માં ગ્રુપ દ્વારા ડ્ર્ગ્સની માગ કરતી હતી. કહેવાય છે કે, જયા સાહા અને કરિશ્મા પણ આ ગ્રુપનો ભાગ હતી.

રકુલ પ્રિત સિંહ અને કરિશ્માની પૂછપરછ થઈ

આ કેસમાં NCB એ જયા સાહા સાથે પૂછપરછ કરી લીધી છે. સાથે જ NCB ઓફિસમાં આજે રકુલ પ્રિત સિંહ અને કરિશ્મા કપૂર સાથે પૂછપરછ થઈ રહી છે. ત્યારે હવે દીપિકા પણ ઓફિસે પહોંચી છે, તે પહેલા આટલી મોટી ખબર આવી છે. જેને લઈ દીપિકાની મુશ્કેલીઓ ચોક્કસ વધશે.

આવતી કાલ દીપિકાની થશે પુછપરછ

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, દિપીકાને આજે NCBની ઓફિસમાં હાજર થવાનું હતું. પણ એક નિવેદનમાં કહેવાયા પ્રમાણે દિપીક આજે નહીં પણ આવતી કાલે શનિવારના રોજ NCBની ઓફિસમાં જવાબ આપવા આવશે.

પત્નિ સાથે હાજર રહેવા માટે રણવીરે કરી અરજી

આ તમામની વચ્ચે રણવીર સિંહે NCBમાં એક અરજી કરી છે કે, દીપિકાને ગમે ત્યારે ગભરાહટ અને પૈનિક હુમલો થાય છે. એટલા માટે પત્નિ સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે. સાથે જ રણવીરે નિયમોનું ચુસ્ત પાલન કરવાની પણ ખાતરી આપી છે. એનસીબીની કાર્યવાહીમાં સાથે નહીં રહે, પણ ઓફિસમાં અંદર સુધી સાથે રહી શકે તેવી અરજી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, દીપિકાનું ડ્રગ્સ ચેટ હાલમાં જ સામે આવ્યુ છે, જેમાં તે પુછી રહી છે કે, શું માલ છે ?

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!