GSTV
Gujarat Government Advertisement

નિરવ મોદીને મોટો ઝટકો, વ્યાજ સાથે 7300 કરોડ ચુકવવાનો આદેશ

Last Updated on July 6, 2019 by

કરોડોનું બેંક કૌભાંડ આચરી ફરાર થઇ જનારા કૌભાંડી નિરવ મોદી પર વધુ સકંજો કસાયો છે. પૂણે સ્થિત ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે ડીઆરટીએ નિરવ મોદી અને તેના સહયોગીઓને પંજાબ નેશનલ બેંકને વ્યાજ સાથે 7 હજાર 300 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા નિરવ મોદીને સિંગાપોર હાઇકોર્ટે પણ બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

નિરવના બહેન-બનેવી મયંક મહેતા અને પૂર્વી મોદીના નામના આ એકાઉન્ટમાં 44.41 કરોડ રૂપિયા છે. કોર્ટે ઇડીના અનુરોધના બાદ આ આદેશ આપ્યો કે જેમાં જણાવાયું હતું કે આ ખાતામાં જમા થયેલી રકમ ગુનો આચરીને એકત્રિત કરાયેલી છે. આ ખાતામાં પીએનબી કૌભાંડની રકમને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્વીત્ઝર્લેન્ડના અધિકારીઓએ 27 જૂનના રોજ નિરવ અને તેની બહેનના 4 સ્વિસ એકાઉન્ટની લેવડદેવડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતમાં નિરવ મોદી વિરૂદ્ધ ચાલી રહેલા મનિ લોન્ડરિંગ કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!