GSTV
Home » News » IPL-2019ની મેચો યોજવા પર આ છે ડર, BCCI છે ટેન્શનમાં

IPL-2019ની મેચો યોજવા પર આ છે ડર, BCCI છે ટેન્શનમાં

મહારાષ્ટ્રમાં દુષ્કાળના ભયને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ચિંતિત છે અને તેના કારણે 900 ગામોને ‘અસરગ્રસ્ત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેની અસર ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં પણ થશે. દેશમાં થોડા મહિનાની અંદર યોજાનારી સામાન્ય ચૂંટણીઓને કારણે, મહારાષ્ટ્રમાં પાણીની તંગી રાજકીય સમસ્યા બની શકે છે અને ભારતીય ક્રિકેટ સંચાલકો પણ એવું માને છે કે તેની અસર આઈપીએલ પર પડી શકે છે.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) હાલમાં આઈપીએલ શેડ્યુલની તૈયારીમાં વ્યસ્ત છે. તેને 9 તબક્કામાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. બોર્ડ શેડ્યૂલ્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી ચૂંટણી સંબંધિત શહેરો પર અસર થશે નહીં. સૂત્રોની માનીએ તો, આની પાછળની વ્યૂહરચના એ છે કે મેચ તટસ્થ સ્થાનો પર આયોજીત થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “તટસ્થ સ્થાનો પર મેચ ગોઠવવાની વાત છે, જે સંબંધિત શહેરોમાં ચૂંટણીને અસર કરશે નહીં. હવે, દુષ્કાળની સમસ્યા પણ ધ્યાનમાં રાખવાની છે. આમાં આશ્ચર્યજનક વાત નથી કે કોર્ટમાં અરજી દાખલ થઈ જાય.’

વર્ષ 2016માં દુષ્કાળની સમસ્યાને જોતા મુંબઈ ઈન્ડિયન્સ અને રાઈઝિંગ પૂણે સુપરઝાયંટએ મુંબઈ અને પૂણેમાં ફકત 5 મેચ આયોજીત કરી હતી. મહારાષ્ટ્ર સિવાય આંધ્રપ્રદેશમાં પણ આ સમસ્યા છે. દુષ્કાળથી રાહતની દિશામાં કેન્દ્ર સરકારએ એનડીઆરએફથી આંધ્રપ્રદેશને 900 કરોડની સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈની મેચને છેલ્લા સમયે વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવી હતી પરંતુ આ વખતે ત્યાં પણ સમસ્યા છે. ચેન્નઈ પણ આવી સમસ્યાથી હેરાન થઈ રહ્યું છે જયાં વરસાદમાં આ મોનસૂનની 54 પ્રતિશત સુધીની કમી નોંધવામાં આવી છે. રવી સીઝનમાં કર્ણાટક સરકારએ પણ 176માં થી 156 તાલુકાને દુષ્કાળગ્રસ્ત ઘોષિત કર્યા છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ઘરેલૂ સીઝનની મેચ આયોજીત કરી હતી. એક અનુમાન મુજબ, આ વિસ્તારોમાં દરેક વયજૂથની લગભગ 450 મેચો યોજવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં લગભગ 7 મેચ એક શહેરમાં યોજવામાં આવશે, જો કે તેને ચૂંટણીના કારણે શિફ્ટ કરી શક્યા નથી, પરંતુ આઈપીએલ મેચોના આયોજન સાથે વિવાદ થઈ શકે છે જે રણજી મેચોના આયોજનથી નથી થયું.

Read Also

Related posts

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi

કોળી સમાજના સંમેલનમાં કરાયું નક્કી, કોંગ્રેસને મત નથી આપવાનો

Mayur