GSTV

આતંકીઓના દાંત ખાંટા કરવા પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદે લગાવાશે આ આધુનિક ટેક્નિક

Last Updated on December 2, 2019 by Mayur

બાંગ્લાદેશથી મોટા પ્રમાણમાં ઘુસણખોરી થઇ રહી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે, આ ઉપરાંત ગૌ તસ્કરી માટે પણ આ સરહદનો ઉપયોગ થઇ રહ્યો છે તેવા અહેવાલો વચ્ચે હવે સરકારે કેટલાક આક્રામક પગલા લીધા છે. હવેથી બાંગ્લાદેશ સરહદે ડ્રોનની મદદથી નજર રાખવામાં આવશે.

ડ્રોનમાં વિશેષ કેમેરા લગાવવામાં આવશે અને તે કોઇ પણ પ્રકારની ઘુસણખોરી પર ચાંપતી નજર રાખશે. આ જ પ્રકારની સુવિધા એલઓસી પર પણ કરવામાં આવશે અને પાકિસ્તાન દ્વારા જો કોઇ પણ પ્રકારની ઘુસણખોરી કરવામાં આવે તો તેનો આક્રામક જવાબ પણ આપવામાં આવશે, આતંકીઓ રાતનો ફાયદો ઉઠાવીને સરહદ પાર કરીને ઘુસી જતા હોય છે. જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર ડ્રોન જ નહીં હવે જમીન અને નદીઓમાં પણ વિશેષ એવા સેંસર લગાવવામા આવશે કે જેની મદદથી કોઇ પણ આતંકી કે ઘુસણખોરને પકડી પાડવામાં આવશે. ઇઝરાયેલ પાસેથી વિશેષ ડ્રોન, સેંસર અને થર્મલ ઇમેજર પણ ખરીદવામાં આવ્યા છે.

આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા આસામના ધુબડી વિસ્તારમાં એક સરહદી નિર્માણ કામનું ઉદઘાટન કર્યું હતું.જેની મદદથી પણ સરહદે ચાંપતી નજર રાખવામા મદદ મળશે.દરમિયાન બીએસએફના ડીજી વી.કે. જોહરીએ જણાવ્યું હતું કે સૈન્યએ તેની ટેક્નોલોજી અને અન્ય ક્ષમતા વધારી દીધી છે. વી.કે. જોહરીએ જણાવ્યું હતું કે હવે આતંકીઓ માટે ઘુસણખોરી કરવી બહુ સરળ નહીં રહે. પાકિસ્તાન આતંકીઓને મદદ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યું છે જેની સામે જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્ય પણ ટેક્નોલોજીનો ઉપયોગ વધારી રહ્યું છે.

બીએસએફની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી જે બાદ આ સૈન્યએ અનેક જંગ લડી છે અને સરહદની સુરક્ષા કરી છે. 2.5 લાખ સૈનિકો ધરાવતી બીએસએફને હવે વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલે કે હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સરહદને પણ વધુ સુરક્ષીત બનાવવા માટે ડ્રોન સહીતની ટેક્નોલોજીની મદદ લેવામા આવશે.

READ ALSO

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana

રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!