GSTV

Corona હોટસ્પોટ વિસ્તારમાં લાગેલુ ડ્રોન અચનાક ખોવાયુ, શોધવામાં પોલીસનુ માથુ પણ ચકરાઈ ગયુ

Last Updated on April 17, 2020 by Ankita Trada

નોયડામાં સર્વિલાંસ ડ્યૂટી પર લાગેલુ ડ્રોન ખોવાઈ ગયુ છે. આ ડ્રોનને Corona વાયરસનુ સંક્રમણ ફેલાવ્યા બાદ એક સોસાયટીની દેખરેખમાં લાગ્યુ હતુ. હવે પોલીસ અચાનક ગાયબ થયેલા આ ડ્રોનને શોધી રહી છે. જેની શોધખોળામાં બીજા ડ્રોન પણ લાગેલા છે. તેમ છતાં આ ડ્રોનની ભાળ મળી નથી. ગાયબ થયેલા ડ્રોનનુ અંતિમ લોકેશન સેક્ટર 75 ની સુપરટેક આઈ બિલ્ડિંગની પાસે મળી હતી જે હાલમાં નિર્માણાધીન છે.

કેપટાઉન સોસાયટી હોટસ્પોટ જાહેર

પોલીસ સુત્રોના જાણાવ્યા પ્રમાણે, Corona ના વધતા સંક્રમણના કારણે નોઈડા સોક્ટર-75 સુપરટેક કેપટાઉન સોસાયટીને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. 4 થી 5 દિવસ પહેલા સેક્ટર-49 પોલીસે આ સોસાયટીની દેખરેખ માટે ડ્રોનની માગ કરી હતી. ત્યારબાદ ડિપાર્ટમેન્ટે ખાનગી કંપની પાસેથી ડ્રોન ભાડે લઈ દેખરેખમાં લગાવી દીધુ હતુ.

130 મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યુ છે ડ્રોન

ગાયબ થતા પહેલા આ ડ્રોન 130 મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યુ હતું. નોઈડા સેક્ટર-49 પોલીસ સ્ટેશનના સુત્રો પ્રમાણે, ડ્રોન કંપની ઓપરેટરે ડ્રોનની ઉંચાઈ લગભગ 130 મીટર લોક કરીને ઉડાડ્યુ હતુ. કેટલાક સમય સુધી ડ્રોન વીડિયો મળી રહ્યા હતા. સોસાયટીની અંદર કેટલીક વસ્તુઓ સાફ નજર આવી રહી હતી, પરંતુ અચાનક ડ્રોન સાથે સંપર્ક ઓપરેટર સાથે ટૂટી ગયો હતો.

ફરી ન મળ્યુ લોકેશન

ઓપરેટર દ્વારા સંપર્ક જોડવાની કોશિશ કરવામા આવી હતી, પરંતુ સફળચા મળી ન હતી. ત્યારબાદ પોલીસ અને ડ્રોન ઓપરેટર કંપનીએ ખોવાયેલા ડ્રોનની શોધ માટે બીજા ડ્રોન લગાવ્યા હતા. કેટલાક કલાકો બાદ સુપરટેક નોર્થ આઈના ધાબા પર કેટલીક વસ્તુઓ દેખાઈ હતી. જે ડ્રોન જેવી લાગી રહી હતી. પોલીસની ટીમ તે ધાબા પર પહોંચી, પરંતુ પોલીસને નિરાશા હાથ લાગી હતી.

ગુણીને ડ્રોન સમજી બેઠી પોલીસ

હિંન્દુસ્તાનના મત પ્રમાણે વીડિયોમાં જે વસ્તુ જેવી દેખાઈ રહી હતી, તે અસલમાં સળિયાઓની વચ્ચે ફંસાયેલી સીમેન્ટની ગુણી નીકળી હતી. હાલમાં તો પાંચથી છ દિવસથી નોયડા પોલીસ ગાયબ ડ્રોનને લઈને પરેશાન છે. ઘણા અન્ય ડ્રોન પણ ગાયબ ડ્રોનની શોધખોળમાં લાગેલા છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!