GSTV

કચરામાંથી 600 ડ્રોન બનાવી દુનિયા ભરમાં છવાઇ ગયો આ છોકરો, 87 દેશોએ આપ્યું આમંત્રણ

Last Updated on February 10, 2020 by

કઈંક હટકે અને રચનાત્મક વિચારતા એનએમ પ્રતાપનું નામ આજ-કાલ દેશ-વિદેશમાં બહુ ચર્ચામાં છે. પ્રતાપ ઈ-કચરાની મદદથી ડ્રોન બનાવે છે અને જરૂરિયાતમંદ લોકો માટે કામમાં લે છે. પ્રતાપે આજ સુધીમાં 600 કરતાં વધારે ડ્રોન બનાવ્યાં છે અને હવે તેને લોકો ડ્રોન સાયન્ટિસ્ટના નામે ઓળખી રહ્યા છે.

14 વર્ષની ઉંમરે પ્રતાપે પહેલીવાર ડ્રોન બનાવ્યું અને તેને રમવાનું અને રિપેરિંગ કરવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમરે પ્રતાપે એવો ડ્રોન બનાવ્યો જે ઊડી શકે અને ફોટોઝ પણ લઈ શકે. મહત્વની વાત એ છે કે, આ ડ્રોન તેણે કબાડમાંથી બનાવ્યો હતો.

પ્રતાપ જણાવે છે કે, આ બધું તે જાતે જ શીખ્યો છે. તેણે એક એવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે, જેમાં સીમા સુરક્ષા માટે ટેલીગ્રાફી, ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોન બનાવ્યા, પાયલોટ વગરના પ્લેન અને ઓટો પાયલટ ડ્રોન પણ બનાવ્યા.

પ્રતાપે હેકિંસથી બચવા માટે ક્રિપ્ટોગ્રાફીનું કામ પણ કર્યું છે, કર્ણાટક પૂર દરમિયાન પ્રતાપના બનાવેલા ડ્રોન્સનાં રાહત કાર્યોમા લોકોને સાથ આપ્યો. પ્રતાપને હજી સુધી 87 દેશોમાંથી આમંત્રણ મળી ચૂક્યું છે. ઈન્ટરનેશનલ ડ્રોન એક્સો 2018 માં પ્રતાપને અલબર્ટ આઇન્સ્ટાઇન ઈનોવેશન ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો.

પ્રતાપ આઈઆઈટી બોમ્બે અને આઈઆઈએસસીમાં લેક્ચર આપી ચૂક્યા છે અને અત્યારે ડીઆરડીઓના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પ્રતાપનો પ્રયત્ન એ જ રહે છે કે, ડ્રોન બનાવતી વખતે ઓછામાં ઓછો ઈ-કચરો પેદા થાય. તૂટેના જૂના ડ્રોન, મોટર કેપેસિટર વગેરેમાંથી ઓછા ખર્ચે તે ડ્રોન બનાવે છે.

Read also:

Related posts

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari

કોરોના / અલર્ટ રહો, આપણે થાક્યા પણ વાઇરસ નહીં, કોરોનાનો સંપૂર્ણપણે અંત થયો નથી – ડો. વીકે પોલ

Zainul Ansari

IMFએ ભારતીય અર્થતંત્ર માટે ગ્રોથ રેટનું અનુમાન 3 ટકા ઘટાડયું, આવતા વર્ષ માટે અનુમાન વધારીને 8.5 ટકા કર્યું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!