GSTV

ડ્રોન હુમલા બાદ સાઉદી અરબને એટલું નુકસાન પહોંચ્યું છે કે ભારતનું એક વર્ષનું ઓઈલ આવી જાય

Last Updated on September 16, 2019 by Mayur

સાઉદી અરેબિયામાં યમનના બળવાખોરો દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે સાઉદી અરેબિયાનો ઓઇલ પુરવઠો ખોરવાયો હતો. કેમ કે બળવાખોરોએ જે રિફાઇનરીને ટાર્ગેટ બનાવી હતી તે સાઉદી અરેબિયા જ નહીં વિશ્વની સૌથી મોટી પૈકી એક રિફાઇનરી માનવામાં આવે છે. 

અરામકો નામની રિફાઇનરી પર યમનના 10 બળવાખોરોએ આ હુમલો કર્યો હતો. 10 ડ્રોન હુમલાને પગલે પ્લાન્ટમાં મોટા ધડાકા થયા હતા, જેથી ઓઇલ પુરવઠો હાલ ઠપ થઇ ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ સાઉદી અરેબિયાના દૈનિક નિકાસમાં લગભગ 50 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે, એટલે કે બહુ જ મોટા પાયે આ હુમલાની અસર સાઉદીના ઓઇલ માર્કેટ પર થઇ છે. પ્રાપ્ત આંકડા મુજબ આ ડ્રોન હુમલાથી સાઉદી અરેબિયાને 57 લાખ બેરલ ઓઇલનું નુકસાન થયું છે. બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો છે કે આ હુમલા પાછળ ઇરાનનો હાથ છે.

ઇરાને યમનના બળવાખોર શિયા મુસ્લિમ સંગઠન હુિથને હુમલા માટે મદદ કરી હતી.  ઇરાનને હાલ સાઉદી અરેબિયા અને અમેરિકાની સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી પુરી શક્યતાઓ છે કે આ હુમલા પાછળ ઇરાનનો પણ હાથ હોઇ શકે છે. જોકે અમેરિકાએ જે આરોપો લગાવ્યા છે તેને ઇરાને ફગાવ્યા હતા.

 ઇરાન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે  કે આ પ્રકારના ગેરજવાબદારી ભર્યા અને જુઠા નિવેદનોનો કોઇ જ મતલબ નથી. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્બાસ મૌસવીએ જણાવ્યું હતું કે ઇરાનની છાપ ખરડવા માટે જ આ પ્રકારના નિવેદનોને અમેરિકાની ગુપ્તચર સંસૃથાઓ અને એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ સાઉદી અરેબિયા દ્વારા હાલ ઓઇલ સપ્લાય જ બંધ કરી દેવામાં આવ્યું છે જેને પગલે બહુ જ મોટા પાયે ઓઇલ સપ્લાય પર અસર થઇ રહી છે.

એવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે કે બે મોટા પ્લાન્ટ ઉડાવી દેવાયા છે જેને કારણે આશરે 57 લાખ બેરલ ઓઇલનું સાઉદી અરેબિયાને નુકસાન થયું છે. આ હુમલા બાદ હવે સાઉદી અરેબિયા દ્વારા પણ યમનના બળવાખોર શિયા સંગઠન પર વળતો પ્રહાર કરવામાં આવી શકે છે.

બન્ને વચ્ચે ત્રણ વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે, સૌથી પહેલા સાઉદી અરેબિયાએ હુમલા કરવાનું શરૂ કર્યું હતું જે બાદ યમનના હુિથ સંગઠને પણ આક્રામક પગલુ ભરીને વળતા પ્રહારો કર્યા છે. બે વર્ષમાં જ 18 હુમલા કરાયા છે. હાલ જે 10 ડ્રોન હુમલા થયા તેની અસર સમગ્ર વિશ્વ પર થઇ છે અને ઓઇલ પુરવઠાને ઠપ કરી દીધો છે.

READ ALSO

Related posts

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!