GSTV

ખાસ વાંચો/ ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે નહીં રહે ટેસ્ટની ઝંઝટ! આ એક સર્ટિફિકેટ પર બની જશે DL, સરકારે બદલ્યા નિયમ

ડ્રાઇવિંગ

Last Updated on July 13, 2021 by Bansari

Driving License New Rules: ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમને રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) ના ધક્કા ખાવાની, લાંબી લાંબી લાઇનોમાં જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોને ખૂબ જ સરળ બનાવી દીધા છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નથી

ડ્રાઇવિંગ લાયસન્સ માટે નિયમોમાં કરવામાં આવેલા સંશોધન અનુસાર હવે તમારે કોઇપણ પ્રકારની ડ્રાઇવિંગ ટેસ્ટ RTO જઇને આપવાની જરૂર નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નિયમોને નોટિફાય કરી દીધા છે. આ નિયમ આ મહિનાથી લાગુ થઇ ચુક્યા છે. આ નવા બદલાવથી કરોડો લોકો જે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOની વેઇટિંગ લિસ્ટમાં પડ્યા છે, મોટી રાહત મળશે.

ડ્રાઇવિંગ

ડ્રાઇવિંગ સ્કૂલ જઇને ટ્રેનિંગ લેવી પડશે

મંત્રાલય તરફથી તે એપ્લીકેંટ્સને તે સૂચિત કરવામાં આવ્યા છે જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે RTOમાં પોતાના ટેસ્ટની રાહ જોઇ રહ્યાં છે. હવે તે ડ્રાઇવિંગ લાયસન્સ માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમને ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલથી ટ્રેનિંગ લેવી પડશે અને ત્યાં જ ટેસ્ટ પાસ કરવાની રહેશે, સ્કૂલ તરફથી એપ્લીકેંટ્સને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે એપ્લિકેંટ્સનું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી દેવામાં આવશે.

શું છે નવા નિયમ

ટ્રેનિંગ સેંટર્સને લઇને માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક ગાઇડલાઇન અને શરતો પણ છે. જેમાં ટ્રેનિંગ સેંટર્સના ક્ષેત્રફળથી લઇને ટ્રેનરની શિક્ષા સુધી સામેલ છે. ચાલો તમને આ વિશે સમજાવીએ…

ડ્રાઇવિંગ

મોટાભાગની એજન્સી તે સુનિશ્વિત કરશે કે ટુવ્હીલર, થ્રીવ્હીલર અને હળવા મોટર વ્હીકલ્સ ટ્રેનિંગ સેંટર્સ પાસે ઓછામાં ઓછી એક એકડ જમીન હોય, મધ્યમ અને ભારે યાત્રી માલ વાહનો અથવા ટ્રેલરો માટે સેંટર્સ માટે બે એકર જમીનની જરૂર પડશે.

ટ્રેનર ઓછામાં ઓછુ ધોરણ 12 પાસ હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઇએ, તેને ટ્રાન્સપોર્ટેશનના નિયમોની માહિતી હોવી જોઇએ. મંત્રાલયે એક એજ્યુકેશન સિલેબસ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વ્હીકલ ચલાવવા માટે, સિલેબસ પીરિયડ મહત્તમ 4 અઠવાડિયા હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઇવિંગ સેંટર્સના સિલેબસને 2 હિસ્સામાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ. લોકોને રસ્તા, ગ્રામીણ રસ્તા, હાઇવે, શહેરના રસ્તા, રિવર્સિંગ અને પાર્કિંગ, ચડાણ અને ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરે પર ગાડી ચલાવવા માટે શીખવામાં 21 કલાક ખર્ચ કરવા પડશે. થિયરી હિસ્સો સમગ્ર સિલેબસના 8 કલાક સામેલ હશે. તેમાં રોડ શિષ્ટાચારને સમજવુ, રોડ રેજ, ટ્રાફિક એજ્યુકેશન, દુર્ઘટનાના કારણોને સમજવા, પ્રાથમિક ચિકિત્સા અને ડ્રાઇવિંગ ફ્યૂલ એફિશિએન્સીને સમજવુ સામેલ હશે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!