GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોરોના કાળમાં ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવુ કઠણ, ટેસ્ટ માટે જોવી પડશે આટલી મહિના સુધી રાહ

દેશભરમાં લોકડાઉનથી રાહત મળ્યા બાદ હવે લોકો પોતાના રોજિંદા કામ-કાજ પર પરત ફરી રહ્યા છે. જોકે, હજુ પણ પરિસ્થિતિ ગંભીર બનેલી છે, પરંતુ દેશની રોકાયેલા આર્થિક પૈંડા લોકોને કામ કરવા પર મજબૂર કરી રહ્યા છે. હાલમાં જો તમે તમારા વાહનના કાગળીયાઓને લઈને પરેશાન છો તો, જણાવી દઈએ કે, સરકારે તેનો સમયમર્યાદાને 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. જોકે, ડ્રાઈવિંગ લાઈસેંસ હજુ પણ પરેશાની બનેલો છે.

દરરોજ 1 હજાર લોકો કરે છે અરજી

હાલમાં જ મળેલી જાણકારી પ્રમાણે જો તમે https://www.gstv.inલાઈસેંસ બનાવવા માટે અરજી કરી રહ્યા છો તો, તમારે ટેસ્ટ માટે ત્રણ મહિના સુધી રાહ જોવી પડી શકે છે. એટલે કે, લાઈસેંસ બનાવવાથી લઈને ટેસ્ટને લઈને 3 મહિના સુધી કોઈપણ સ્લોટ ખાલી નથી. 22 માર્ચથી 2મે સુધી રહેલા લોકડાઉનના કારણે આ પ્રકારની પરેશાની જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, આ હાલ માત્ર દિલ્હી શહેરનો જ છે. જોકે, દેશભરના RTOમાં 2મેથી કામ શરૂ થઈ ચૂક્યુ છે. તેમ છતાં તેના સ્લોટ 3 મહિના સુધી ફુલ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, 2મેથી સતત દિલ્હીના RTO માં દરરોજ 1 હજાર અરજી કરવામાં આવી રહી છે. બીજી તરફ પહેલા દરરોજ 250 ટેસ્ટ લેવામાં આવી રહ્યા હતા, પરંતુ કોરોનાકાળમાં આ આંકડો હવે 50 પર આવી ગયો છે.

કેવી રીત કરે અરજી

અરજી કરવા માટે તમારે ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રીની વેબસાઈટ પર જવુ પડશે. અહીંયા તમને ‘Online Services’ પર જઈને ‘Driving License Related Services’ પર ક્લિક કરવુ પડશે. ત્યારબાદ તમારે રા્જ્ય સિલેક્ટ કરવુ પડશે જે માટે તમારે અપ્લાઈ કરવા માગો છો. ત્યારબાદ ‘Apply Online’ માં જઈને ‘New Learners License’ પર ક્લિક કરી અપ્લાઈ કરી શકો છો.

કાગળીયાનો સમયગાળો વધારીને કર્યો 30 સપ્ટેમ્બર

હાલમાં જ મોટર વાહન અધિનિયમ 1988 અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989થી સંબંધિત બધા જ કાગળીયા જેવા ડ્રાઈવિંગ લાઈસેંસ, વાહનનુ રજિસ્ટ્રેશન, પરમિટ અને વાહન ફિટનેસ પ્રમાણ પત્રનો સમયગાળો 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે.

READ ALSO

Related posts

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari

પશ્વિમ વિસ્તારોમાં સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ, શહેરના આ વિસ્તારોમાં ફાટ્યો કોરોનાનો રાફડો

Bansari

મુંબઈના બોરીવલીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ભિષણ આગ, 14 ફાયર ફાયટર ઘટનાસ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!