ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવા માટે હવે તમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં અને ન તો લાંબી રાહ જોવી પડશે. નહીં. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના અનેક રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા સરળ કરી દીધી છે. આ રાજ્યોમાં લર્નિંગ લાઈસેંસ ઘણા ટૂંક સમયમાં બનાવી શકાય છે, તેથી લાંબી રાહ જોવી પડશે નહીં.
બિહારમાં માત્ર ઓનલાઈન અરજી
બિહારમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસેંસ માટે અરજી માત્ર ઓનલાઈન કરવામાં આવી રહી છે. ઓફલાઈન સિસ્ટમને ખત્મ કરી દેવામાં આવી છે. બિહારમાં લર્નિંગ લાઈસેંસ માટે સ્લોટ બુક થતા જ તમારે 740 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. સ્લોટ બુક કરતાજ લર્નિંગ લાઈસેંસ તપાસ પરીક્ષા માટે પોતાની સુવિધા પ્રમાણે તમને તારીખ મળી જશે.


લાઈસેંસની પ્રિંટ ક્યાંયથી પણ લઈ શકો છો
પરિવહન કાર્યલયમાં માત્ર ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવા માટે જ અરજદારને જવાનું રહેશે. આ પરીક્ષામાં 10 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તેથી અરજદારને 10 મિનિટનો સમય મળે છે. તેમાં પાસ થવા માટે 10 માંથી 6 જવાબ સાચા હોવા જોઈએ. આ પરીક્ષાનું રિઝલ્ટ પણ હાથમાં જ આવી જવું જોઈએ. લર્નિંગ લાઈસેંસ ટેસ્ટનું પરીણામ આવ્યા બાદ સર્ટિફિકેટ પ્રિંટ તમે ક્યાંયથી પણ લઈ શકો છો. કાર્યાલયમાં બેસી તમારે રાહ જોવાની જરૂરિયાત નથી. કારણ કે, સર્ટિફિકેટ તમારા મેલ પર આવી જાય છે.
પરમનેન્ટ લાઈસેંસ બનાવવાનો નિયમ સરળ
તે સિવાય કેટલાક રાજ્યોએ હવે લર્નિંગ લાઈસેંસ માટે ફી જમા કરવાની વ્યવસ્થામાં પણ ફેરફાર કર્યો છે. મધ્યપ્રદેશમાં જો તમારુ લાઈસેંસ બીજા શહેરનું છે, પરંતુ તમારી પાસે હાજર શહેરમાં રહેવાનું એડ્રેસ પ્રૂફ છે તો ત્યાં તમે પરમનેન્ટ લાઈસેંસ બનાવી શકો છો. તે સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોએ નિર્ણય કર્યો છે કે, હવે તો લર્નિંગ લાઈસેંસ અને ગાડીઓના રજિસ્ટ્રેશન જેવા નિયમોમાં ફેરફારને લાગુ કરશે.

દિલ્હીમાં ખુલશે 4 નવા RTO
દિલ્હીમાં ડ્રાઈવિંગ લાઈસેંસમાં વધતી ભીડને જોતા વધુ 4 RTO ને ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હી પરિવહન મંત્રી કૈલાશ ગહલોતનું કહેવું છે કે, દિલ્હીમાં અત્યાર સુધી 13 RTO કામ કરી રહ્યા છે. જેમાં ડ્રાઈવિંગ લાઈસેંસ, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઈસેંસ, વાહનોનું રજિસ્ટ્રેશન અને પરિચાલક લાઈસેંસ વગેરે જાહેર કરવાનું કામ થઈ રહ્યુ છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…