વાહનચાલકો માટે રોજ અેક નવો કાયદો અાવતો હોય તેવી સ્થિતિ હાલમાં છે. ફરી અેક નવી વિગતો બહાર અાવી છે. સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) બુક માટે ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. જેને પગલે તમે હવે રિન્યૂ કરાવવા જશો તો લાયસન્સની સ્થિતિ બદલાઈ જશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) જલ્દી સ્માર્ટ થવાનું છે. આગામી વર્ષે જુલાઈ ૨૦૧૯ પહેલા બધા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી થનાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટનો કલર અને ડિઝાઈન એક હશે. આ સિવાય સિકયોરિટી ફીચર પણ એક જેવું જ રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટમાં માઇક્રોચિપ સિવાય QR Code હશે. જેમાં નિયર ફીલ્ડ ફીચર (NFC) પણ હશે, જે હાલફકત મેટ્રો કાર્ડ અને એટીએમ કાર્ડમાં હોય છે. જેનાથી ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા ડિવાઇસની મદદથી કાર્ડમાં રહેલી જાણકારી મેળવી શકશે.
- 29મી જુલાઇથી ડ્રાઈવિંગ લાયસન્સ અને અારસી બુક અેકસમાન થઈ જશે
- સ્માર્ટ લાયસન્સની સાથે અારસી બુકમાં માઈક્રોચીપની સાથે ક્યુઅાર કોડ પણ સામેલ થશે
નવા ડીએલમાં ડ્રાઇવર સાથે જોડાયેલી બધી જાણકારીઓ હશે. જેમ કે ડ્રાઇવર ઓર્ગન ડોનર છે કે પછી ડ્રાઇવર સ્પેશ્યલ ડિઝાઈન ગાડી ચલાવે છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ઉત્સર્જન નોર્મ્સ સાથે જોડાયેલ ફીચરની જાણકારી આરસી પર આપવામાં આવશે. જે પ્રદુષણ રોકવામાં મદદ કરશે. જાણકારી પ્રમાણે નવા ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીમાં બધા ફીચર હોવા છતા ૧૫-૨૦ રૂપિયાથી વધારે ખર્ચો આવશે નહીં. ઉલ્લેખનીય છે કે દેશમાં રોજ ૩૨ હજાર લાયસન્સ જારી થાય છે કે રિન્યુ થાય છે. જયારે રોજ ૪૩ હજાર વાહનો રજીસ્ટર્ડ અને રી રજીસ્ટર્ડ થાય છે.
લાયસન્સની ખાસિયાતો
- નેશનલ અને સ્ટેટના નામ અને ઇશ્યૂ કરનાર અોથોરિટીની અોળખ કરતો લોગો હશે
- લાયસન્સ ઇશ્યૂ થયાની તારીખ અને અંતિમ તારીખ હશે
- નામ, બ્લડગ્રૂપ, ડેકલેરેશન અને અોર્ગેન ડોનેટ અંગેની વિગતો હશે
- ઇમરજન્સી નંબર, ક્યૂઅાર કોડ અને વ્હીકલની કેટેગરી
- મહિને 9.6 લાખ કાર્ડ થાય છે ઇશ્યૂ અને રિન્યૂ
અાવી હશે અારસી બુક
- નેશનલ અને સ્ટેટના નામ અને ઇશ્યૂ કરનાર અોથોરિટીની અોળખ કરતો લોગો હશે
- લાયસન્સ ઇશ્યૂ થયાની તારીખ અને અંતિમ તારીખ હશે
- કમર્શિયલ અને નોન કમર્શિયલ વ્હીકલની વિગતો હશે.
- ચેસિસ, અેન્જિન નંબર અને ફ્યૂઅલ અંગેની વિગતો હશે
- દર મહિને 13 લાખ અારસી ઈશ્યૂ કે રિન્યૂ થાય છે.