ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તો પણ ખાવી પડશે જેલની હવા, જાણી લો આ નિયમ નહી તો ભરાશો

જો તમે પણ તમારા ખિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સની ફોટો કૉપી અથવા પ્લાસ્ટિક કાર્ડ વાળું ડ્રાઇવિંગ લાઇસન્સ લઇને ફરી રહ્યાં હોય તો તમારા માટે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે આ પ્રકારનું લાઇસન્સ તમને જેલભેગા કરી શકે છે.

ટ્રાફિકના નિયમો અનુસાર જો તમારા ખિસ્સામાં ચિપ લાગેલું લાઇસન્સ નહી હોય તો તેને અમાન્ય ગણવામાં આવશે. ટ્રાફિક પોલીસકર્મી ઇચ્છે તો તેના માટે તમને જેલની હવા ખવડાવી શકે છે.

પરિવહન મંત્રાલય દ્વારા ઘણીવાર ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને સૂચનો જારી કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમો અનુસાર રસ્તા પર વાહન ચલાવનાર દરેક શખ્સ પાસે ચિપ લાગેલું લાઇસન્સ હોવું જોઇએ. ચિપ લાગેલા લાઇસન્સનો ફાયદો એ છે કે તેનાથી જાણી શકાય છે કે તેની પહેલાં પણ શું વાહનચાલકે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે કે કેમ. તેવામાં ચાલક પર સખત કાર્યવાહી થઇ શકે છે.

20 લાખ ટીનએજર્સ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અમાન્ય

દેશમાં આશરે 20 લાખ ટીનએજર્સ ડ્રાઇવિંગ લાઇસન્સ લીધા બાદ પણ ગેરકાયદેસર રીતે વાહન ચલાવી રહ્યાં છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ એ છે કે ટીનએજર્સને જે લાઇસન્સ આપવામાં આવે છે તે લાઇસન્સથી 50 સીસીથી ઓછી ક્ષમતા વાળા વાહનને ચલાવાની પરવાનગી આપવામાં આવે છે પરંતુ ગિયર વિનાના વાહનોને જોઇએ તો તેમાં 50 સીસીથી બમણી ક્ષમતા હોય છે.

પરિવહન મંત્રાલય બજારમાં ઉતારશે ઇલેક્ટ્રિક વાહન

માર્ગ પરિવહન મંત્રાલય ટૂંક સમયમાં ટૂક સમયમાં 50 સીસીની ક્ષમતા વાળા ઇલેક્ટ્રિક વાહન બજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આ વાહન ટીનએજર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યાં છે. આ વાહનોની મહત્તમ સ્પીડ 70 કીમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter