GSTV

નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી

કોરોના કાળમાં સૌ કોઇની કામ કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે બાળકોનો અભ્યાસ હોય કે પછી ઓફિસનું કામકાજ. જ્યાં સુધી સંભવ હોઇ શકે છે ત્યાં સુધી કામ કરવાની પદ્ધતિ હવે ઓનલાઇન થઇ ગઇ છે. પરંતુ હવે તેની અસર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા પર પણ પડી છે. જ્યાર બાદ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ સરળ થઇ ગયું છે. કેટલાંક રાજ્યોમાં તો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે હવે માત્ર ઓનલાઇન અરજીનો જ સ્વીકાર કરવામાં આવે છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યોએ એવો નિર્ણય કર્યો છે કે હવે તેઓ લર્નિંગ લાયસન્સ અને ગાડીઓના રજિસ્ટ્રેશન જેવાં નિયમોમાં ફેરફારને લાગુ કરશે. આ રાજ્યોમાં લર્નિંગ લાયસન્સ બનાવવા માટે હવે વધારે સમય રાહ નહી જોવી પડે. હવે અરજકર્તા પોતાના ઘર બેઠા જ લાયસન્સને ઓનલાઇન પ્રિન્ટ કરી શકે છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું બન્યું સરળ

બિહારમાં આ સુવિધા પટના સહિત રાજ્યના તમામ જિલ્લાઓની પરિવહન કચેરીઓમાં શરૂ થઇ ગઇ છે. આ સિવાય કેટલાંક રાજ્યોએ હવે લર્નિંગ લાઇસન્સ માટેની ફી વસૂલવાની પ્રણાલીમાં પણ મોટા ફેરફાર કર્યાં છે. મધ્યપ્રદેશમાં પણ લર્નિંગ લાઇસન્સમાં મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે. જો તમારું લાઇસન્સ બીજા શહેરનું છે પરંતુ તમારી પાસે વર્તમાન શહેરમાં રહેવા માટેનું સરનામું છે તો તમે કાયમી લાઇસન્સ મેળવી શકો છો. બિહારમાં લર્નિંગ લાઇસન્સ માટેનો સ્લોટ બુક થતાંની સાથે જ તમારે 740 રૂપિયા ચૂકવવા પડશે. સ્લોટ બુક કરાવતા જ તમને તમારી સુવિધા મુજબ લર્નિંગ લાઇસન્સ પરીક્ષા માટેની તારીખ મળી જશે.

લાઇસન્સની ઑનલાઇન પ્રિન્ટ કઢાવી શકશો

બિહાર ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં ફક્ત ઑનલાઇન અરજીઓ જ લેવામાં આવી રહી છે. ઑફલાઇન સિસ્ટમને ખતમ કરી નાખવામાં આવી છે. ઑનલાઇન પરીક્ષા જિલ્લા પરિવહન કચેરીઓમાં લેવામાં આવી રહી છે. 10 મિનિટની પરીક્ષામાં 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછાં 6 પ્રશ્નોના સાચા જવાબો આપવાના રહેશે. હવે અરજદારોએ લર્નિંગ લાઇસન્સના પ્રમાણપત્ર માટે આરટીઓમાં રાહ નહીં જોવી પડે પરંતુ આ પ્રમાણપત્ર તમારા મેઇલ પર આવી જશે જેની તમે ઑનલાઇન પ્રિન્ટ કઢાવી શકો છો.

ખુલશે નવો RTO

દિલ્હીમાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં વધતી જોવા મળેલી ભીડને કારણે વધુ ચાર આરટીઓને ખોલવાની વિચારણા કરવામાં આવી રહી છે. દિલ્હીના વાહન વ્યવહાર મંત્રી કૈલાસ ગેહલોત કહે છે કે, ‘દિલ્હીમાં અત્યાર સુધી 13 આરટીઓ કાર્યરત છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનોની નોંધણી અને ઑપરેટિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે મધ્યપ્રદેશ જેવાં રાજ્યોએ પણ દરેક જિલ્લામાં ડ્રાઇવિંગ સેન્ટરો ખોલવાનો નિર્ણય લીધો છે.’

જૂના દસ્તાવેજો પર હાલ પૂરતી રાહત

કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ પ્રમાણપત્ર જેવાં મહત્વપૂર્ણ દસ્તાવેજોની માન્યતા 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. આ નિર્ણયથી એવાં લોકોને રાહત થશે કે જેમના આ દસ્તાવેજોની મુદત 1 ફેબ્રુઆરી, 2020ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. પરંતુ કોરોનાને કારણે નવીકરણ માટે જરૂરી કાર્યવાહી થઇ શકે તેમ ન હોતી. જેથી કોરોનાને ધ્યાને રાખીને કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ચોથી વાર આ માન્યતા વધારી દીધી છે. અગાઉ ઓગસ્ટમાં, પણ સરકારે માન્યતા 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી હતી. મંત્રાલયે રવિવારના રોજ જણાવ્યું કે, ‘આ નિર્ણય નાગરિકોને સલામત શારીરિક અંતર જાળવી રાખીને પરિવહન સંબંધિત સેવાઓનો લાભ ઉઠાવવામાં મદદ કરશે.’

જાણો કેવી રીતે DL ને અપડેટ કરાવી શકશો?

લાઇસન્સને અપડેટ કરાવવા માટે પરિવહન વિભાગની વેબસાઇટ પર જઇને ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ પર ક્લિક કરો. આ ફોર્મ ભરતી વખતે તમારે તમારી DL નંબર સાથે કેટલીક વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા વધુ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ વેબસાઇટ પર અપલોડ કરવા પડશે. આરટીઓ કચેરીમાં બાયોમેટ્રિક વિગતોની તપાસ કર્યા બાદ તમારા બધાં જ કાગળોની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ તમારા લાઇસન્સનું નવીનીકરણ થઇ જશે.

READ ALSO :

Related posts

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ

Pravin Makwana

કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો

Pravin Makwana

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!