ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર મળી રહ્યાં છે. જો તમે પણ વાહન ચલાવતા હોય તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ વર્ષ 2010 પહેલા ઇશ્યુ થયુ હશે અને તમે તેને રિન્યુ કરાવવા માગતા હશો તો તમારે પહેલા એક કામ કરવુ પડશે અને તે છે ડ્રાઇવિંગ લાયસન્સનું બેકલોગ (Backlog). જી હા, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવતા પહેલા તમારે તેને બેકલોગ કરાવવુ પડશે. તેના માટે અરજદારોએ અત્યાર સુધી RTOની લાંબી લાઇનોમાં ઉભા રહેવુ પડતુ હતું પરંતુ હવે તમને આ ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. RTO દ્વારા આ તમામ પ્રક્રિયા ઑનલાઇન કરી દેવામાં આવી છે જેથી અરજદારો માટે આ પ્રક્રિયા કરવી હવે સરળ બની ગઇ છે.

શું છે કારણ
અરજદારોને ધક્કા ન ખાવા પડે તે માટે RTO દ્વારા તમામ પ્રક્રિયા ઑનલાઇન કરવામાં આવી છે. તેવામાં હવે બેકલોગની પ્રક્રિયા પણ ઑનલાઇન કરી દેવામાં આવતા અરજદારોને રાહત થઇ છે. જો તમારુ ડ્રાઇવિંગ લાયસન્સ વર્ષ 2010 પહેલા ઇશ્યુ થયુ હશે અને તમારે તેને રિન્યુ કરાવવુ હશે અથવા તો ડુપ્લીકેટ કઢાવવુ હશે તો અરજદારે બેકલોગ કરાવવા RTOના ધક્કા ખાવા પડતા હતાં, કારણ કે RTO પાસે 2010 પહેલાનો ડેટા ઑનલાઇન ઉપલબ્ધ નથી. તેવામાં અરજદારો માટે આ પ્રક્રિયા સરળ બનાવવામાં આવતા તેઓ ઘરેબેઠા જ પોતાનું આ કામ કરી શકે છે.

શું છે ડ્રાઇવિંગ લાયસન્સ બેકલોગ કરવાની ઑનલાઇન પ્રક્રિયા
- અરજદારે બેકલોગની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા જુના લાયસન્સની કોપી સ્કેન કરવી પડશે.
- જો તમારે ઓનલાઇન એપ્લીકેશન સબમીટ કરવી હોય તો પ્રથમ Parivahan.gov.in વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ Online Services સિલેક્ટ કરો.
- ત્યારબાદ Driving license related services પર જાઓ.
- Select state કર્યા બાદ Apply online કરો.
- હવે Service on driving licence સિલેક્ટ કરો.
- Enter DL no and date of birth એન્ટર કરો.
- Fill up backlog form અને એપ્લીકેશન Submit કરો.
- આ રીતે આ સરળ પ્રોસેસથી તમે ઘરેબેઠા લાયસન્સનું બેકલોક કરી શકો છો.
Read Also
- સોલા સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર, પાઇપલાઇનના કોપરની ચોરી મામલે પોલીસે શકમંદ વ્યક્તિઓની અટકાયત કરતા મામલો બિચક્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી : અશ્વિને 400 વિકેટ ઝડપી, 150 રન પણ ચેઝ કરવા ભારે પડશે
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન