GSTV
Home » News » મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

બ્રિટિશ પોલીસને પૂર્વીય લંડનના એસેક્સ વિસ્તારમાં એક લોરી કંટેનરમાંથી બુધવારે ૩૯ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેના કારણે સનસનાટી વ્યાપી છે. મૃતકોમાં ૩૮ વયસ્ક અને એક કિશોર સામેલ છે. આ મામલે પોલીસે ઉત્તરી આઈલેન્ડમાંથી ૨૫ વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે.

મૃતદેહોમાં એક કિશોરનો પણ સમાવેશ

લંડનના એસેક્સમાં લોરી કંટેનરમાંથી એક  કિશોર સહિત ૩૯ લોકોના શબ મળી આવતા હાહાકાર વ્યાપ્યો છે. હાલમાં પોલીસને મૃતકોની ઓળખ અંગે કોઈ માહિતી નથી મળી અને તેઓ ૨૫ વર્ષીય એક યુવકની પુછપરછ કરી રહ્યા છે. આ યુવક જે લોરી કંટેનરમાંથી શબ મળી આવ્યા તેનો ડ્રાઈવર છે અને પોલીસને તેણે ૩૯ લોકોની હત્યા કરી હોય તેવી શંકા છે જેથી તપાસ ચાલી રહી છે. ચીફ સુપરિટેન્ડેન્ટ એન્ડ્ર્યુ મરિનરે આ ઘટનાને ખૂબ જ દુખદ ગણાવી હતી અને તેમની ટીમ કેસને ઉકેલવા મહેનત કરી રહી હોવાનું જણાવ્યું હતું.

શબ કોના છે ?

એન્ડ્ર્યુ મરિનરે તેઓ પીડિતોની ઓળખ શોધવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું અને તેમાં ખૂબ સમય લાગી શકે છે તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે તે લોરી બલ્ગેરિયાથી આવી હતી અને ૧૯ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ શનિવારે હોલિહેડ થઈને દેશમાં પ્રવેશી હતી. હાલમાં પોલીસ સમગ્ર કેસને ઉકેલવા તથા તે તમામ શબ કોના છે તે જાણવા તપાસ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં શબ ક્યાંથી આવ્યા તે એક સવાલ છે અને આ કેસ માનવ તસ્કરી સાથે સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

2014માં પણ બન્યું હતું

હાલમાં પોલીસે તે લોરી કંટેનરના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે કારણ કે તે સમગ્ર કેસ સાથે સંકળાયેલો હોવાની શંકા છે. અગાઉ ૨૦૧૪માં એક શિપિંગ કન્ટેનરમાંથી ૩૪ અફઘાની શીખ ડિહાઈડ્રેશન, હાઈપોથર્મિયા, અને ઓક્સિજનની કમીના કારણે બેહોશ હાલતમાં મળી આવ્યા હતા અને તેમાંથી એકનું મોત થયું હતું.

બ્રિટીશ ઈતિહાસની બીજી સૌથી મોટી ઘટના

તાજેતરની ઘટનાને બ્રિટિશ ઈતિહાસની બીજા નંબરની મોટી ઘટના તરીકે જોવામાં આવે છે. અગાઉ ૨૦૦૦ની સાલમાં ડોવર ખાતે આવી એક ઘટના નોંધાઈ હતી. તેમાં બેલ્જિયમથી આવી રહેલી એક લોરીમાંથી ૫૮ ચીની પ્રવાસી મૃત હાલતમાં મળી આવ્યા હતા.  તે તમામના મોત દમ ઘૂંટાવાના કારણે થયા હતા અને લોરીના ડ્રાઈવરને માનવ તસ્કરીના આરોપસર ૧૪ વર્ષની જેલ થઈ હતી.

READ ALSO


Related posts

સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ

Nilesh Jethva

વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…

Nilesh Jethva

અમદાવાદ: BRTS કોરિડોરમાં અકસ્માત રોકવા એએમસીનો નવો પ્રયોગ, 288 ગેટ લાગશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!