GSTV
Home » News » રસ્તા પર અર્ધનગ્ન અવસ્થામાં ભાગતી રહી યુવતી, બંદૂકના દમ પર ડ્રાઇવરે કપડા ઉતરાવીને…

રસ્તા પર અર્ધનગ્ન અવસ્થામાં ભાગતી રહી યુવતી, બંદૂકના દમ પર ડ્રાઇવરે કપડા ઉતરાવીને…

મહિલાઓ પ્રત્યે વધી રહેલા અપરાધની એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે હલી જશો. કારણ કે એક યુવતી પોતાની ઇજ્જત બચાવવા માટે અર્ધનગ્ન અવસ્થામાં સુનસાન રસ્તા પર ભાગતી રહી. આ ઘટના ખરેખર હચમચાવી નાખે તેવી છે. આ ઘટના તમને પણ વિચારવા મજબૂર કરી દેશે કે આખરે સમાજમાં આટલી વિકૃતતા કેવી રીતે ફેલાઇ ગઇ કે કોઇની બહેન કે દિકરી સાથે આવી હેવાનિયત કરતાં  નરાધમોને શરમ પણ ન આવી…

આ મામલો ફરીદાબાદનો છે જ્યાં એમએનસી કંપનીમાં જૉબ કરતી એક યુવતી ગુરુગ્રામ જતી ગાડીમાં બેઠી. પરંતુ રસતામાં ડ્રાઇવરે યુવતીના લમણે બંદૂર મુકી અને યુવતીના કપડા ઉતારવા લાગ્યો. તે બાદ તેણે યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ પણ કર્યો પરંતુ આ વચ્ચે યુવતીએ ગમેતેમ કરીને પોતાની જાતને આ હેવાનના ચંગૂલમાંથી છોડાવી લીધી અને અર્ધનગ્ન અવસ્થામાં જ ત્યાંથી ભાગી નીકળી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઘટના મંગળવારની છે જ્યારે ગુરુગ્રામમાં એનએનસી કંપનીમાં જૉબ કરતી પીડીતા ફરીદાબાદમાં મેટ્રો ચોકથી ગુરુગ્રામ જઇ રહેલી એક કારમાં સવાર થઇ. આરોપ છે કે થોડે આગળ જતાં જ જેવો સુમસામ રસ્તો આવ્યો. ગાડી ચાલકે બંદૂકના દમ પર યુવતીના કપડા ઉતરાવી લીધાં અને તેના પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન તક મળતાં જ યુવતી ત્યાંથી અર્ધનગ્ન અવસ્થામાં ભાગી ગઇ અને નજીકમાં આવેલા પોલીસસ્ટેશન પહોંચી. મામલો જાણીને પોલીસના પણ હોશ ઉડી ગયાં અને તેમણે તરત જ યુવતીની ફરિયાદ લખી. હાલ પોલીસ ડ્રાઇવર વિશે જાણકારી મેળવી રહી છે. પોલીસે જણાવ્યા અનુસાર તેઓ ઘટના જે વિસ્તારમાં ઘટના ઘટી તેના સીસીટીવી ફુટેજ ચેક કરી રહી છે. સાથે જ કંપની પાસેથી કારની ડિટેલ્સ કઢાવામાં આવી રહી છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!