GSTV
Gujarat Government Advertisement

આવતી કાલથી અમદાવાદમાં શરૂ થશે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, ગાડીમાં બેઠા બેઠા જ મળી જશે કોરોના વેક્સિન

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં વધતા કોરોના કેસ વચ્ચે તંત્રએ કોરોના ટેસ્ટિંગ પર ભાર મુક્યો છે.ત્યારે આજથી કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સંકલન હેઠળ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરૂ થયુ. જેમાં ટેસ્ટ માટે આવનારા વ્યક્તિઓએ પોતાના વાહનમાં જ બેસી રહેવાનું છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાંચ જેટલા ડોમ તૈયાર કરાયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. એવી સ્થિતિમાં કોરોનાને કાબુમાં લાવવા ઠેર-ઠેર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં તાજેતરમાં જ કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકાયો છે. એટલે કે, કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સંકલન હેઠળ ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ટેસ્ટ માટે આવનારા વ્યક્તિઓએ પોતાના વાહનમાં જ બેસી રહેવાનું હોય છે. ત્યારે મ્યુનિ. તંત્ર દ્વારા વધુ એક નવી પહેલ શહેરમાં શરૂ કરવામાં આવી છે.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતી કાલથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ

AMC દ્વારા હવે આવતી કાલ શનિવારથી શહેરમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટ બાદ ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થશે. શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતી કાલથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થશે. જેમાં કારમાં બેઠા-બેઠા જ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

AMC સંલગ્ન હોસ્પિટલમાં કેટલાં બેડ ખાલી તે અંગે વિગત જાણી શકાશે

બીજી બાજુ હવે હાઇકોર્ટના આદેશ બાદ AMC એ પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરવાના રહેશે અને તેના આધારે જ દર્દી વિગતો મેળવી શકશે.

ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પર કૉલ કરો

આ સાથે જ ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપવામાં આવ્યો છે કે જેના આધારે દર્દીના સગાંઓ તેની વિગતો મેળવી શકશે. મહત્વનું છે કે, શહેરનાં દર્દીઓ માટે રિઅલ ટાઈમ બેડ ડેટા ક્યારેય ઉપલબ્ધ ન હતો થતો અને તેને લઈને દર્દીઓ તેમજ તેના સગાંઓને ઘણી તકલીફ પડતી હતી.

અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે છતાં કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ આપેલી ચેતવણી બાદ હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે. એવામાં શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં ગઇ કાલની સ્થિતિએ 14 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે વેન્ટિલેટર એક પણ ઉપલબ્ધ નથી. નોંધનીય છે કે, કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓનાં સગાંઓ દર્દીને દાખલ કરવા માટે હોસ્પિટલના બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરતા હોય છે છતાં અંતે તો તેઓને નિરાશા જ સાંપડે છે. જેથી હાઇકોર્ટના આદેશ બાદ હવે AMC પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરશે અને ધન્વંતરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર પણ આપ્યો છે કે જેના આધારે દર્દીઓના સગાં તેની વિગતો મેળવી શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!