GSTV

હેલ્થ/ વધુ માત્રામાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે છે જોખમકારક, મગજમાં સોજો આવવા સહિત થઈ શકે છે આ મુશ્કેલી

Last Updated on July 26, 2021 by Harshad Patel

આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે અને આપણે આ વાત ઘણી વાર સાંભળી પણ છે. આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં પાણીની ઘટ આરોગ્ય પર ખરાબ અસર કરે છે. આટલું જ નહીં, ત્વચાની સમસ્યામાં પણ વધારો થાય છે. ચોમાસામાં પરસેવો અને ભેજ હોવાને કારણે શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાય છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન 7થી 8 ગ્લાસ પાણી પીવો. પરંતુ શું તમે જાણો છો કે વધારે પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ભલે આ વાંચવામાં વિચિત્ર લાગે. પરંતુ આ સાચું છે.

તમે દરરોજ કેટલું પાણી પીવો છો તેનું ખાસ ધ્યાન રાખવું

ઓવરહાડ્રેશનને લીધે શરીરમાં લોહીનું સ્તર ખૂબ જ નીચું થઈ જાય છે અને આ કારણે આરોગ્યની સમસ્યાઓમાં વધારો થાય છે. આ સ્થિતિ તમારા જીવન માટે હાનિકારક હોઈ શકે છે અને મગજમાં સોજો પણ આવી શકે છે. ઓવરહાડ્રેશન ટાળવા માટે તમે દરરોજ કેટલું પાણી પીવો છો તેનું ખાસ ધ્યાન રાખવું.

ઓવરહિડ્રેશનનાં આવા હોય છે લક્ષણો

તરસ ન લાગવા છતાં પાણી પીવું.
તમારા યુરિન- પેશાબનો રંગ હલકો પીળો હોવો જોઈએ. એકદમ સાફ ન હોવો જોઈએ. કારણ કે હેલ્ધી યુરિનનો રંગ હળવો પીળો હોય છે.
વધારે પાણી પીવાના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

ઓવર હાડ્રેશન આરોગ્ય પર પડતી અસરો

  • જો આપણે પૂરતું પાણી પીએ તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધારે પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
  • શરીરમાં વધારે પાણી એકઠું થવાને કારણે ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં સોજો આવી શકે છે.
  • શરીરના ભાગોમાં સોજો થવાને કારણે માથાનો દુખાવો, શરીરમાં દુઃખાવો વગેરેની સમસ્યા થઈ શકે છે. આ સિવાય મીઠાની માત્રા પણ ઓછી થઈ શકે છે, જેના કારણે તબિયત વધુ ખરાબ થઈ શકે છે.
  • શરીરમાં વધારે પાણી હોવાને કારણે ઉલટી અને પેટનું ફૂલવું થઈ શકે છે. આનું કારણ એ છે કે કિડની વધુ પાણી ગ્રહણ કરી શકતી નથી અને શરીરમાં વધારે પાણી સંગ્રહિત થાય છે.
  • ઓવર હાડ્રેશનને કારણે પણ નબળાઇ, થાક અને ખેંચ જેવી મુશ્કેલી થઈ શકે છે.
  • વધુ પડતું પાણી પીવાથી ઓવર હાઈડ્રેશન માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!