ચા પીતી વખતે કરો છો આ ભૂલ તો આ ઘાતક બિમારીને આપી રહ્યાં છો આમંત્રણ

આપણા બધાની સવારની શુભ શરૂઆત ચા થી થતી હોય છે. આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેની સવારની શરૂઆત ચા વગર થતી નથી. થાક મિટાવવાની સાથે-સાથે કેટલાંક લોકો ભૂખ મિટાવવા માટે પણ ચાનું સેવન કરે છે.

ભૂખ્યા પેટે ચાનું સેવન કરીએ છીએ તે આપણી સૌથી મોટી ભૂલ છે. એવા લોકોની સંખ્યા ઓછી નથી, ઘણી છે અને આવા લોકો કાયમ ભૂખ્યા પેટે ચાનું સેવન કરે છે. આપણે કલ્પના કરી શકતા નથી કે સવારે ભૂખ્યા પેટે ચા પીવાથી આપણા શરીરને ઘણુ નુકસાન પહોંચાડે છે. આ બોડી માટે કોઇ ઝેરથી ઓછું નથી. આવો જાણીએ ભૂખ્યા પેટે ચાનું સેવન કરવાથી શું નુકસાન થાય છે.

  • રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે કે ભૂખ્યા પેટે ચા પીવાથી પુરૂષોને પ્રોસ્ટેટ સંબંધી બિમારી થઇ શકે છે.
  • ભૂખ્યા પેટે ચા પીવાથી બૉડીમાં પ્રોટીન અને અન્ય પોષક પદાર્થનું અવશોષણ વ્યવસ્થિત રીતે થતુ નથી.
  • ભૂખ્યા પેટે આદુવાળી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે. જો તમે ભૂખ્યા પેટે બ્લેક ટી પીવો છો તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
  • ભૂખ્યા પેટે ચા પીનારા લોકો હંમેશા થાક અને ચિડીયાપણનો શિકાર થઇ રહ્યાં હોય તેવુ દેખાય છે.
  • ચામાં ટેનિન હાજર હોવાને પગલે તેને ભૂખ્યા પેટે લેવાથી ઉલ્ટી જેવુ ફિલ થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter