GSTV

હેલ્થ ટિપ્સ / આ કુદરતી પાણીનું દરરોજ કરો સેવન, આપે છે એવા સ્વાસ્થ્યપ્રદ લાભ કે જાણીને રહી જશો દંગ

Last Updated on October 13, 2021 by Zainul Ansari

નાળિયેર પાણી એ એક આપણને કુદરત તરફથી મળતું પ્રાકૃતિક પીણુ છે. આ પીણામાં ભરપૂર માત્રામાં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ પીણાં અંગે ઘણા બધા સંશોધનો પણ થયા છે અને તેમા સંશોધનોના પરિણામોમા એવું જાણવા મળ્યુ છે કે, આ પીણાંનું નિયમિત સેવન આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ પાણી વિટામિન-એ, વિટામિન-સી અને વિવિધ પ્રકારના ખનિજોનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ સિવાય તેમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, ચરબી અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. તો આજે આ લેખમાં આપણે નારિયેળ પાણી પીવાની સાચી રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી મેળવીશું.

આ રીતે પીવો નારિયેળ પાણી :

નાળિયેર પાણી ખોલ્યા પછી તેને તરત જ પીવું જોઈએ. જો તેને લાંબા સમય સુધી ખુલ્લું રાખવામા આવે તો તેના પોષકતત્વો નાશ પામે છે. આ સિવાય એ વાતની પણ વિશેષ કાળજી રાખવી કે, નાળિયેર એક અઠવાડિયાથી વધુ જૂનું ના હોય. સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો આ પીણાંના સેવનથી થતા ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

પાણી

વાળ અને ત્વચા માટે :

આ પાણીમાં ભરપૂર માત્રામાં સાઇટોકિન્સ સમાવિષ્ટ હોય છે, જે એક સારા એન્ટિ-એજિંગ એજન્ટની માફક કાર્ય કરે છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી તમારી ત્વચા એકદમ હાઇડ્રેટેડ રહેશે. તે તમારા મોઢા પરની કરચલીઓ અને રિંકલ્સને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ સિવાય જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો પણ તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેના નિયમિત સેવનથી રક્તપરિભ્રમણની પ્રક્રિયા નિયમિત બની રહેશે અને વાળ ખરવાની સમસ્યામા પણ ઘટાડો થશે.

ડિહાઇડ્રેશન દૂર કરવામાં ઉપયોગી :

આ પીણાનું નિયમિત સેવન ડિહાઇડ્રેશન દૂર કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. તે તમારા શરીરમાં આવશ્યક પોષકતત્વોની ઉણપને દૂર કરીને તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે.

હાડકાં મજબૂત બનશે :

આ પીણાનું નિયમિત સેવન હાડકાંને પણ મજબૂત બનાવે છે. તેને નિયમિત પીવાથી ઓસ્ટિયોપોરોસિસ, આર્થરાઇટિસ અને ઓસ્ટિઓપેનિયા જેવી બીમારીઓને દૂર કરવામા મદદ મળે છે.

દૂધ

એસિડિટી નહી થાય :

આ પીણું તમારા શરીરમાં પીએચ સ્તરને સંતુલિત કરે છે, જેથી તમને એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યાઓ સામે રાહત મળે. આ પીણામા ભરપૂર માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જેથી તેનું નિયમિત સેવન કરવાથી તમને પાચનતંત્ર અને એસીડીટીની સમસ્યા સામે પણ રાહત મળશે.

હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે :

આ પીણાનું સેવન તમારા તણાવને ઘટાડીને તમારા બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આ પીણાનું જો નિયમિત સેવન કરો તો તમારુ બ્લડપ્રેશર હાઈ થવાની સંભાવનાઓ સાવ ઘટી જાય છે.

Read Also

Related posts

IBPS PO Recruitment 2021: બેંકમાં પ્રોબેશનરી અધિકારી માટે 11 બેંકોમાં નિકળી વેકેન્સી, 4135 જગ્યા પર થશે ભરતી

Pravin Makwana

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!