GSTV
Home » News » ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સને મળી સફળતા , ડ્રોનની દાણચોરી કરનાર ગેંગ અમદાવાદમાંથી ઝડપાઇ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સને મળી સફળતા , ડ્રોનની દાણચોરી કરનાર ગેંગ અમદાવાદમાંથી ઝડપાઇ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) અમદાવાદ વિભાગે આજે પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને ભારતમાં સક્રિય ગેંગ દ્વારા વૈશ્વિકસ્તરનું ડ્રોનની દાણચોરીનું રોકેટ અમદાવાદમાં ઝડપી પાડીને દેશની સુરક્ષાના મામલે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.  પ્રાપ્તિ માહિતી મુજબ વર્ષ 2017થી સક્રિય થયેલી આ ગેંગે અત્યાર સુધીમાં ભારતમાં 10 કરોડ રૂપિયાના મૂલ્યના ડ્રોનની દાણચોરી કરી છે.

આ ગેંગ દ્વારા પાકિસ્તાનમાંથી ઓર્ડર બુકિંગ કરીને ચીનમાં બનેલા ડ્રોન વાયા મ્યાનમારમાંથી ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં ઘુસાડવામાં આવતા હતા. આ ગેંગ હાઇ-એડ ડ્રોન્સ (રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ્સ)ની ભારતમાં દાણચોરી કરી હતી.  ડ્રોનની દાણચોરીની મોડસ ઓપરેન્ડી ડ્રોનની દાણચોરી માટે એક મોડસ-ઓપરેન્ડી તૈયાર કરવામાં આવી હતી. જેમાં વાયા પાકિસ્તાન- ચીન- મ્યાનમાર થઇ આ ડ્રોન ભારતમાં લાવવામાં આવતા હતા.

ડીઆરઆઇના એક અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2017થી સક્રિય આ ગેંગે અત્યાર સુધીમાં ચીનમાંથી લગભગ રૂ.10 કરોડની મૂલ્યના ડ્રોનની ભારતમાં દાણચોરી કરી છે. આ ડ્રોનનું બુકિંગ પાકિસ્તાનમાંથી કરવામાં આવતું હતું અને ચીનના યુઆન પ્રાંતમાં આવેલી એક ફેક્ટરીમાં બનેલા ડ્રોન જમીન માર્ગે મ્યાનમાર લાવવામાં આવતા હતા અને ત્યાંથી ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં ગેરકાયદેસર દાણચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ છુપાઇને લાવવામાં આવેલા ડ્રોન વિમાન દ્વારા અમદાવાદમાં લાવવામાં આવતા હતા.  

READ ALSO

Related posts

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!