GSTV
Home » News » ડ્રીમગર્લ ફર્સ્ટ રિવ્યુ: સેલેબ્સે ગણાવી બ્લૉકબસ્ટર, કરશે 100 કરોડની કમાણી

ડ્રીમગર્લ ફર્સ્ટ રિવ્યુ: સેલેબ્સે ગણાવી બ્લૉકબસ્ટર, કરશે 100 કરોડની કમાણી

આયુષ્માન ખુરાના, નુસરત ભરુચા, વિજય રાજ અને અનુ કપૂર સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ આ શુક્રવારે રિલિઝ થઇ રહી છે. બુધવારે મુંબઇમાં સેલેબ્રિટીઝ માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. સ્ક્રીનીંગમાં બોલીવુડના અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

કમાલ આર ખાને ટ્વિટ કરીને લખ્યું, હે ભગવાન, શું ફિલ્મ છે. મારી આંખો પર વિશ્વાસ નથી થઇ રહ્યો. વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ એક બ્લૉકબસ્ટર છે. રાજશાંડિલ્ય ભવિષ્યના બેસ્ટ ડાયરેક્ટર છે. આ શુક્રવારથી બોલીવુડ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તેમનો પીછો કરવાનો શરૂ કરવાના છે. આયુષ્માન ખુરાના તો સાધારણ થઇને પણ બેસ્ટ છે.

બોલીવુડ સેલેબ્સના ફેવરેટ હેર ડ્રેસર આલિમ હકીમે લખ્યું, મે પ્રિવ્યુ જોયુ, ડ્રીમ ગર્લ બ્લોકબસ્ટર છે. આયુષ્માન, નુસરતની ગ્રેટ પર્ફોર્મન્સ. શાનદાર લખવામાં અને ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ. ડ્રીમ ગર્લની ટીમને ખુબ શુભેચ્છા.

એક્ટ્રેસ નીતૂ ચંદ્રાએ લખ્યુ, આવનારા શુક્રવારથી પ્રોડ્યુસર રાજ શાંડિલ્યનો પીછો કરવાના છે. આ ફિલ્મ 100 કરોડ જરૂર કમાશે. તમને પૂજા સાથે પ્રેમ થઇ જશે. આયુષ્માન, નુસરત, અન્નુ કપૂર, મનજોત. ગુડલક ટીમ.

બોલીવુડ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ લખ્યુ, પૂજા ખુરાના તે મારુ દિલ જીતી લીધુ. આ એક મજેદાર ફિલ્મ છે પૂરી ટીમને શુભેચ્છા. હું ફરી એકવાર કહેવા માગુ છુ કે પૂજા ખુરાના તે મારુ દિલ જીતી લીધુ. તારી પાસે મારો નંબર છે. મને ફોન કરજે.

ધડક ફેમ ડાયરેક્ટર શશાંક ખેતાને લખ્યુ, આ ફિલ્મ ખૂબ જ મજેદાર અને સ્વીટ છે. આયુષ્માન ખુરાના ઇન્ડસ્ટ્રીના શાનદાર એક્ટર્સમાંથી એક છે. તેમની પસંદ સુપર છે. ફિલ્મમાં તે શાનદાર છે. ફિલ્મના ડાયલૉગ શાનદાર છે જે તમને હસાવતા રહે છે.

આયુષમાન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ડ્રીમ ગર્લ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરશે તેની આશા છે. સુપર સિનેમાએ જણાવ્યા અનુસાર ડ્રીમ ગર્લ પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર 6-7 કરોડનો બિઝનેસ કરી શકે છે. આ ફિલ્મનું બજેટ આશરે 25 કરોડ રૂપિયા છે.

Read Also

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!