GSTV

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું કામ પૂરું, એરપોર્ટ પર નહીં લાગે લાઇન : આ ટેક્નિકથી સેકન્ડ્સમાં થઈ જશે કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ડિજી યાત્રા શરૂ થતાં જ વિમાનયાત્રીઓ માટે દેશભરમાં ઉડાન ભરવા માટેની પ્રક્રિયા ખૂબજ સરળ બની જશે. એરપોર્ટ પર ઉચ્ચ તકનીકીયુક્ત બૉડી સ્કેનર, ચેહરાની ઓળખની પ્રૈદ્યોગિકી અને આધુનિક પ્રબંધન પ્રણાલી હશે, જેનાથી એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં યાત્રીઓની સુરક્ષા તપાસ માટે વિવિધ સ્તરોમાંથી પસાર થવાનું સરળ થઈ જશે. આ સુરક્ષા તપાસ માટે યાત્રીઓએ લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, માત્ર પાંચ સેકન્ડમાં બૉડી સ્કેનરમાંથી પસાર થતામ જ સુરક્ષાની બધી જ અડચણો પૂરી થઈ જશે.

એરપોર્ટ પર પર મેટ્રો સ્ટેશનોની જેમ ફ્લેટ ગેટ હશે જે યાત્રિઓના ચહેરાની બાયોમેટ્રિક ઓળખની સાથે જ ખુલી જશે. ડિજી યાત્રાનો પાયલટ પ્રોજેક્ટ આ વર્ષે ફેબ્રુવારીમાં મુંબઈ અને હૈદરાબાદની કેટલીક નક્કી કરેલ ફ્લાઇટ માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ સોમવારે બેંગલુરૂ એરપોર્ટ પર વિસ્તારાની ફાઇટ યૂકે-864 માટે કરવામાં આવ્યું.

સીઆઈએસએફના મહાનિર્દેશક સ્તરના અધિકારીઓએ જણાવ્યું, “મુંબઈ અને હૈદરાબાદમાં પરીક્ષણનો રિપોર્ટ સકારાત્મક રહ્યો. ચહેરાની ઓળખ પ્રણાલી પ્રી-એંબારકેશન સિક્યોરિટી ચેક (પીઈએસસી) બોર્ડિંગના છેલ્લા ગેટ સુધી સારી રહી છે. પરીક્ષણ માટે નક્કી કરેલ યાત્રીઓના પંજીકરણ ડિજી યાત્રા કિયોસ્ક પર કરવામાં આવ્યું, જ્યાં યાત્રીઓના ચહેરાની ઓળખ લેવામાં આવી. ચહેરાની બાયોમેટ્રિક ઓળખથી યાત્રીઓને સુરક્ષા તબક્કાઓમાંથી ઝડપથી પસાર થવામાં મદદ મળશે.”

દેશના 61 હવાઇ અડ્ડાઓની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ પાસે છે. સીઆઈએફએસના અધિકારીઓએ જણાવ્યું કે, એરપોર્ટ પર બૉડી સ્કેનર લગાવ્યા બાદ આ કામ વધારે સરળ બની ગયું છે. અત્યારે વિમાન યાત્રિઓના પ્રસ્થાન પોઇંટથી શરૂ થઈને છેલ્લે બોર્ડિંગના ગેટ સુધી પાંચ સુરક્ષા ઘેરાઓમાંથી પસાર થવાનું હોય છે. આ રીતે સુરક્ષા તપાસમાં એક કલાક નીકળી જાય છે અને યાત્રીને આ દરમિયાન લાઇનોમાં ઊભા રહેવું પડે છે.

સીઆઇએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “યાત્રીઓને અવરોધ રહિત સુવિધા પ્રદાન કરવા માટે ચહેરો હવે તેમનો બૉર્ડિંગ પાસ બની જશે. યાત્રીની અનુમતિ લીધા બાદ ચહેરાની ઓળખ બનાવવામાં આવશે. ત્યારબાદ યાત્રી સીધા ગેટમાંથી પસાર થશે જે ચહેરાની બાયોમેટ્રિક ઓળખ તકનીકથી ખુલશે.”

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિજી યાત્રા રિપોર્ટ અનુસાર, વારંવાર હવાઇ યાત્રા કરતા યાત્રીઓનો ફેશિયલ બાયોમેટ્રિકથી બોર્ડિંગમાં ઘણો સમય બચશે.

Related posts

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva

KBCમાં પ્રતિયોગીથી થયા અમિતાભ બચ્ચન ઈમ્પ્રેસ, નામ આપ્યુ જળપુરૂષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!