GSTV
Home » News » દેશના પીએમ બનવાનું સપનું તો ન પૂરું થયું પણ રાહુલને રહ્યો આ મોટો વસવસો

દેશના પીએમ બનવાનું સપનું તો ન પૂરું થયું પણ રાહુલને રહ્યો આ મોટો વસવસો

ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત હાંસલ કરતાં ફરીથી દેશની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી છે. નરેન્દ્ર મોદી તો ફરીથી વડાપ્રધાન બનશે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પીએમ બનવાનું સપનું તો રોળાયું છે. એટલું જ નહીં બીજી વખત પણ લોકસભામાં મુખ્ય વિપક્ષી દળનો દરજ્જો પણ હાંસલ નહીં થાય.

લોકસભામાં ભાજપ ભારે બહુમત સાથે જીત્યો અને હવે ફરી પાંચ વર્ષ દેશમાં રાજ કરશે. 2014 કરતાં પણ મોટી અને ઐતિહાસિક જીત મળી. નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેશે. અને નવી સરકારની રચના કરશે. પરંતુ બીજી બાજુ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વડાપ્રધાન બનાવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. એટલું જ નહીં બીજી વખત વિપક્ષના નેતા પણ બની નહીં શકે તેવી હાલત છે. કેમકે વિપક્ષના દરજ્જા માટે કોઈ પણ પાર્ટીને લોકસભા બેઠકના 10 ટકા બેઠક એટલે કે 543 માંથી ઓછામાં ઓછી 55 બેઠક જોઈએ.

જો કે આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ 55નો આંકડો પાર કરી શકી નથી. અને તેથી રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ મળવાની સંભાવના દેખાતી નથી. ભલે કોંગ્રેસ ભાજપ બાદ સૌથી વધુ બેઠક જીતનારો પક્ષ હોય પરંતુ 52 બેઠકો જ મળી છે. એવામાં કોંગ્રેસને મુખ્ય વિપક્ષનો દરજ્જો મેળવવામાં ત્રણ બેઠક ઓછી છે. જો ત્રણ અપક્ષ સાંસદ કોંગ્રેસમાં ભળી જાય તો કદાચ રાહુલ ગાંધીને વિપક્ષના નેતાનું પદ મળી શકે. પરંતુ આ સંભાવના પણ હાલ દેખાતી નથી.

2014માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે કોંગ્રેસ માંડ 44 બેઠકો પર જીતી હતી. તે સમયે સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.  ત્યારે કોંગ્રેસે તત્કાલિન લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન સમક્ષ ઘણી વખત મુદ્દો ઉઠાવીને આ પદ આપવા રજૂઆત કરી હતી. જોકે બાદમાં પસંદગી પેનલમાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેને સ્વીકારવાની વાત કોંગ્રેસે માનવી પડી હતી. પરંતુ તેમને વિપક્ષના નેતાનું પદ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

Rajiv Gandhi

આવી સ્થિતિ 1985માં પણ થઈ હતી. ત્યારે પણ તત્કાલિન લોકસભા સ્પીકર બલરામ જાખરે ટીડીપીને વિપક્ષના નેતાનું પદ આપવાનો ઈન્કાર કરી દીધો હતી. ત્યારે કોંગ્રેસ બહુમત સાથે સરકારમાં હતી. અને ટીડીપી કોંગ્રેસ બાદ દેશની સૌથી મોટી પાર્ટી હતી. પરંતુ બેઠકો 55થી ઘણી ઓછી હતી. વિપક્ષના નેતા કેન્દ્રીય સતર્કતા,સીબીઆઈ નિર્દેશકની પસંદગી અને લોકપાલમાં મહત્વપૂર્ણ નિમણૂકો માટે પસંદગી પેનલનો ભાગ હોય છે.

READ ALSO

Related posts

કઝાકિસ્તાન: લશ્કરી ડિપોમાં થયો ભયાનક વિસ્ફોટ, બેનાં મોત 40 હજાર લોકોને સલામત સ્થળે ખસેડયા

Path Shah

ક્રૂડ ઓઇલ: છેલ્લા 40 વર્ષમાં ઇરાન પર અનેક પ્રતિબંધ લગાવ્યા, પરંતુ USને પ્રાપ્ત શું થયું?

Riyaz Parmar

અમેરિકી વિદેશમંત્રીનું દિલ્હીમાં આગમન, PM મોદી સહિત વિદેશપ્રધાન સાથે કરશે મુલાકાત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!