GSTV

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ‘ડ્રીમ મેચ’ના રોમાંચ પર વરસાદી પાણી ફરી વળવાનો ભય

Last Updated on June 16, 2019 by Alap Ramani

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તનાવ હોઇ બંને દેશો દ્વિપક્ષીય ક્રિકેટ નથી રમતા. આઇસીસીના બે કરતા વધુ દેશોની વર્લ્ડકપ કે ચેમ્પિયન ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં બંને ટીમોની ટક્કર શક્ય બનતી હોય છે. હવે આવતીકાલે વરસાદની આશંકા વચ્ચે એશિયાના બે કટ્ટર હરીફો  ભારત અને પાકિસ્તાન માન્ચેસ્ટરના ક્રિકેટ મેદાનમાં આમનેસામને ટકરાશે. આ મેચમાં  ક્રિકેટ ચાહકોને હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. 

વર્તમાન કે ભુતપુર્વ ક્રિકેટરો ભલે ચાહકોને વધુ એક મેચની જેમ જ આ મેચ માણવાની અપીલ કરે પણ તે શક્ય નથી. બંને દેશોના ચાહકોમાં વિશેષ જૂનૂન અને રોમાંચ એ રીતનો હોય છે કે વર્લ્ડકપ ભલે ના જીતીએ પણ તેમની ટીમ હરીફ ટીમને હરાવે તેમાં જ સંતોષ અને ગૌરવ અનુભવીશું.

વર્લ્ડકપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો આથી જ ‘મધર ઓફ બેટલ્સ’તરીકે ઓળખાય છે. જો કે બંને દેશોના ક્રિકેટ ચાહકોએ જ્યારથી એ જાણ્યું છે કે માંચેસ્ટરથી ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાનાર મેચમાં વરસાદ વિલન બની શકે છે ત્યારથી તેઓએ મૂડ ગુમાવ્યો છે. માંચેસ્ટરમાં છેલ્લા બે દિવસથી અને આજે બપોર સુધી વરસાદ એ રીતે પડયો છે કે આઉટ ફિલ્ડ ખાસ્સુ ભીનું થઇ ગયું છે. વરસાદ રાત્રે કે સવારે ના પડે તો પણ આખી રાત્રિ ગ્રાઉન્ડને સુકવવાના પ્રયત્નોમાં કેટલી સફળતા મળી છે તે આવતીકાલે મેચ અગાઉ ખબર પડશે.

અધુરામાં પુરૂં આવતીકાલે બપોરે અને સાંજે પાંચથી સાત દરમ્યાન વરસાદની આગાહી ૫૦ ટકા છે. એકાદ મોટું ઝાપટું પણ ભારે પડી શકે છે. જો હવે વરસાદ પડે જ નહીં તો ઓછી ઓવરોની મેચ તો રમાઇ શકે તેમ છે. વરસાદ વિઘ્ન પાડે તો ફરી મેચ ચાલુ થવાના સંજોગોમાં ૨૦-૨૦ ઓવરોની મેચની પણ શક્યતા સેવાય છે. ઇંગ્લેન્ડનું હવામાન અકળ છે.

ટીમ વિરાટ કોહલી અને ટીમ સરફરાઝ એહમદ તો એવી જ માનસિક તૈયારી સાથે મિજાજ કેળવીને બેઠી છે કે ૫૦-૫૦ ઓવરોની મેચ રમાશે. ભારત કરતા પાકિસ્તાન વધુ દબાણ હેઠળ હશે કેમ કે પાકિસ્તાન વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સામેના શક્ય બનેલા છ મુકાબલામાંથી એકમાં પણ જીત્યું નથી.

ભારતની વર્તમાન ટીમ પણ આઇસીસી રેન્કિંગમાં તેમના દેખાવને જોતા બીજા સ્થાને છે. પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં બે મેચ હારી ચૂક્યું છે. અને એક મેચ જીત્યું છે. એક મેચ વરસાદે ધોઇ નાંખતા એક પોઇન્ટથી સંતુષ્ટ રહેવું પડયું છે. પાકિસ્તાનના ચાર મેચમાંથી ત્રણ પોઇન્ટ જ છે જ્યારે બે મેચ જીત, એક અનિર્ણિત સાથે ત્રણ મેચમાંથી પાંચ પોઇન્ટ ધરાવે છે.

ભારતની પાસે રોહિત શર્મા, કોહલી, રાહુલ અને હાર્દિક કે કાર્તિક છે. બોલિંગમાં બુમરાહ, ચહલ ભારે ફોર્મમાં છે. તો પાકિસ્તાન અનુભવી હાફિઝ, કેપ્ટન સરફરાઝ એહમદ આઝમ ઝમાન પર નિર્ભર છે. જો કે પાકિસ્તાન માટે મહત્તમ મદાર મોહમ્મદ આમીરનો ૧૦ ઓવરનો સ્પેલ કેવી અસરકારકતા બતાવે છે તેના પર છે.  તે ઝડપથી ટેબલ ટર્ન કરી શકે છે. ટિકિટ અઢી લાખ રૂપિયામાં બ્લેકમાં વેચાય છે. ઇંગ્લેન્ડમાં એશિયનોની મોટી સંખ્યા હોઇ કાલે કાર્નિવલ સાથે દેશદાઝના દ્રશ્યો જોવા મળશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણથી શરૂ થશે. ચાહકો પ્રાર્થના કરે છે કે હવામાન ખોટું પડે અને પૂરેપૂરી મેચ રમાય.

READ ALSO

Related posts

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah

BIG NEWS: ગુજરાત માટે ગૌરવ, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું, જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!