ફેંટેસી ક્રિકેટનું નામ તો તમે સાંભળ્યું હશે. જેમાં કોઇ એપ્લિકેશનના આધારે કોઇ પણ મેચ પહેલાં એક ટીમ બનાવવાની હોય છે. જો તમારી તરફથી પસંદ કરવામાં ખેલાડી સારું પ્રદર્શન કરે છે તો સારા એવાં પૈસા જીતી શકાય છે. કેટલાંક લોકો તો આ એપ્લિકેશન પર ટીમ બનાવીને લાખો રૂપિયા સુધી જીતી જાય છે. આ ફેંટેસી સ્પોર્ટ્સની બાદશાહ કહેવાતી એપ્લિકેશન ડ્રીમ 11 હાલમાં ભારે ચર્ચામાં છે. હકીકતમાં, બે છોકરાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક સ્ટાર્ટઅપ તરીકે શરૂ કરવામાં આવેલી આ કંપનીની વર્થ 4 બિલિયન ડૉલર (અંદાજે 30 હજાર કરોડ રૂપિયા) થવાની છે. જેને સીધા શબ્દોમાં કહીએ તો આ કંપનીની વેલ્યુ અંદાજે 28988 કરોડ રૂપિયા થવાની છે, જે ખરેખર ચોંકાવી મુકનારી છે.

એવું કહેવાઇ રહ્યું છે કે ડ્રીમ 11ની કંપની ડ્રીમ સ્પોર્ટ્સની UAEની એક કંપની Alpha Wave Incubation સાથે વાત ચાલી રહી છે. જે કંપનીમાં વધારે રૂપિયા રોકાણ કરનારી છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ટૂંક સમયમાં જ આ ડીલ ફાઇનલ થઇ શકે છે અને ત્યાર બાદ કંપનીની વેલ્યુ લગભગ ડબલ થઇ જશે. આ ડીલ બાદ તે કંપનીની વેલ્યુ અરબો રૂપિયામાં થઇ જશે, જેની શરૂઆત અંદાજે 12 વર્ષ પહેલાં બે છોકરાઓએ કરી હતી. આ પહેલાં પણ કંપનીએ શેરને લઇને ડીલ કરી હતી, જે 2.25 બિલિયન ડૉલરમાં થઇ હતી, જ્યાર બાદ Tiger Global, TPG Tech Adjacencies, ChrysCap જેવી કંપનીઓ તેની ભાગીદાર બની હતી. એવામાં અહીં જાણીશું કે આખરે કેવી રીતે ડ્રીમ 11 એ ફેંટેસી ક્રિકેટના દમ પર અરબો રૂપિયા કમાવી લીધા અને અંદાજે 30 હજાર કરોડ રૂપિયાની કંપની બનવા જઇ રહી છે…
કેવી રીતે થઇ હતી શરૂઆત?
આ એપ્લિકેશનની શરૂઆત બે છોકરાઓએ કરી હતી, જેનું નામ હર્ષ જૈન અને ભવિત સેઠ છે. બંનેએ વર્ષ 2008માં આની શરૂઆત કરી અને કંપની થોડાં જ વર્ષોમાં દેશની સૌથી સફલ ફેંટેસી સ્પોર્ટ્સ એપ્લિકેશન બની ગઇ. તમને જણાવી દઇએ કે, હર્ષ જૈનએ Columbia Business School સાથે MBA નો અભ્યાસ કર્યો હતો અને તે પહેલાં તેઓએ Red Digital ની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ડ્રીમ 11ના આઇડિયા પર કામ કર્યું. આ સાથે ભવિત સેઠ એક એન્જીનિયર છે, જેઓએ Bentley University થી MBA કર્યું છે અને હાર્વર્ડથી એન્જીનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે. તેઓ યુઝર્સને સારો અનુભવ અપાવવાને લઇને એપ્લિકેશન પર કામ કરે છે.
શરૂઆતમાં તેઓને આ સ્ટાર્ટઅપને આગળ વધારવામાં ઘણી મુશ્કેલી થઇ હતી અને અનેક કાયદાકીય સમસ્યાઓને પાર કરવી પડી હતી. હકીકતમાં, આ એક સટ્ટાની જેમ છે કે જે ભારતમાં ગેર કાયદેસર છે. જો કે, લાંબી લડાઇ બાદ તેઓએ આ એપ્લિકેશનને શરૂ કરી દીધી. કંપનીએ એવો દાવો કર્યો કે જેમાં કિસ્મત નહીં પરંતુ ગેમ રમવાની સ્કિલના કારણે પૈસા જીતતા જ જાય છે. જો કે હવે તો અનેક ગેમિંગ એપ્લિકેશન બજારમાં ઉપલબ્ધ છે કે જે ફેંટેસી સ્પોર્ટ્સ પર કામ કરી રહી છે, પરંતુ ડ્રીમ 11 આ સેક્ટરની બાદશાહ માનવામાં આવે છે.

કરોડો યુઝર કરે છે ઉપયોગ
તમને જણાવી દઇએ કે, કંપનીને 2015માં બે વખત કાલારી કેપિટલથી ફંડિગ મળ્યું, જેની વધારે જાણકારી સામે નથી આવી. દશકા બાદ 2017, 2018, 2019 અને 2020માં પણ કંપનીને અલગ-અલગ જગ્યાએથી કરોડો રૂપિયામાં ફંડિંગ મળ્યું હતું. હવે કંપનીની સાથે 75 મિલિયનથી પણ વધારે યુઝર્સ જોડાયેલા છે, જે તેની પર પોતાની ટીમ બનાવે છે અને પૈસા કમાય છે. એવું કહેવાય છે કે, કંપનીમાં એક ચાઇનીઝ એપની ફંડિંગ પણ છે.
IPL ની પણ સ્પોન્સર રહી છે
વર્ષ 2018માં તો કંપનીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યા હતાં. આ સાથે જ ડ્રીમ 11 IPL 2020નું ‘ટાઇટલ’ પ્રાયોજક હતી, તેને 222 કરોડ રૂપિયા આપીને અધિકાર હાંસલ કર્યા હતાં.
READ ALSO :
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન
- અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર
- Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા