GSTV

સ્વદેશી/ અત્યંત ઘાતક ટૉરપીડો વરુણાસ્ત્ર નેવીમાં સામેલ, દુશ્મનોના થશે દાંત ખાટા

ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે જણાવ્યુ કે હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્રના પહેલા જથ્થાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહ્યુ છે. શનિવારે  સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. જી સતીશ રેડ્ડી અને ડીઆરડીઓના અધ્યક્ષે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે એક સમારોહમાં આને લીલી ઝંડી બતાવીને રવાના કર્યુ.

સ્વદેશી હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્ર નૌસેનામાં સામેલ, વિશાખાપટ્ટનમમાં લીલી ઝંડી બતાવીને કર્યુ રવાના

જીપીએસએ લક્ષ્ય શોધનાર વરુણાસ્ત્ર નામનું આ સબમરીન રોધી ટૉરપીડો જીપીએસની મદદથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. એક ટનથી વધારે વજનનું વરુણાસ્ત્ર પોતાની સાથે 250 કિલો સુધીનો વૉરહેડ લઈ જઈ શકે છે. તેનુ ગાઈડન્સ સિસ્ટમ પણ ઉન્નત છે. ભારતની પાસે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ-શિપ અને લેન્ડ-અટેક ક્રૂઝ મિસાઈલ પણ છે.

નૌસેનાની તાકાત વધારશે પૂર્ણ સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર

વરુણાસ્ત્ર ટૉરપીડો 74 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી હુમલો કરે છે. આ સ્વદેશી ટૉરપીડોથી ભારતીય જંગી જહાજ અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. આનો વજન લગભગ ડોઢ ટન છે. આમાં 250 કિલોના હાઈ લેવલ એક્સપ્લોસિવ લાગેલા છે. વરુણાસ્ત્રમાં લાગેલા ટ્રાન્સડ્યુસર્સ આને હુમલાને વધારે મોટા એરિયા પ્રદાન કરે છે. આ જ કારણ છે કે વરુણાસ્ત્ર કોઈ પણ સબમરીન પર ઉપર અથવા નીચે બંને તરફથી હુમલો કરી શકે છે. જેમાં જીપીએસ લોકેટિંગ સિસ્ટમ લાગેલી છે. જેના કારણે આનુ નિશાન અચૂક થઈ જાય છે.

ભારતીય નૌસેનાએ 1187 કરોડ રૂપિયામાં 63 વરુણાસ્ત્રનો ઓર્ડર આપ્યો

ભારતીય નૌસેનાએ 1187 કરોડ રૂપિયામાં 63 વરુણાસ્ત્રનો ઓર્ડર આપ્યો છે. જેમાં જહાજ અને સબમરીન બંનેથી ફાયર થનારા ટૉરપીડો સામેલ છે. વરુણાસ્ત્રને કલકત્તા ક્લાસ, રાજપૂત ક્લાસ અને દિલ્હી ક્લાસ ડિસ્ટ્રાયર્સ સિવાય કમોર્તા ક્લાસ કાર્વેટ્સ અને તલવાર ક્લાસ ફ્રિગેટ્સમાં પણ લગાવવાની યોજના છે. આને સિંધુ સિરીઝની સબમરીનમાં પણ લગાવવામાં આવશે.

ડીઆરડીઓનું ઉત્પાદન છે વરુણાસ્ત્ર 

વરુણાસ્ત્રનું નિર્માણ DRDOના ભારતીય નૌસેનાના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાએ કર્યુ છે. આને બનાવવામાં ડીઆરડીઓની મદદ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓશિયન ટેકનોલોજીએ પણ કરી છે. આ હથિયાર યુદ્ધ દરમિયાન પેદા થનારી કેટલીક સ્થિતિઓના અનુકુળ છે. વરુણાસ્ત્ર ના જહાજ સંસ્કરણને ઔપચારીક રીતે 26 જૂન 2016ને તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકરે નૌસેનામાં સામેલ કર્યુ હતુ. અત્યાર સુધી ભારતીય નૌસેના વિદેશથી ખરીદવામાં આવ્યા ટૉરપીડોનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ હવે વરુણાસ્ત્રના સામેલ થયા બાદ ભારતીય નૌસેના સ્વદેશી વિધ્વંસકથી લેસ થઈ જશે.

READ ALSO

Related posts

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

સિંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવાની ઉચ્ચારી ચીમકી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1564 કેસ, 16 લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!