GSTV
Home » News » અવાજની ગતિ કરતાં 5 ગણી ઝડપે ત્રાટકશે આ મિસાઇલ, વિશ્વમાં કોઈ દેશ પાસે નથી આ ટેકનોલોજી

અવાજની ગતિ કરતાં 5 ગણી ઝડપે ત્રાટકશે આ મિસાઇલ, વિશ્વમાં કોઈ દેશ પાસે નથી આ ટેકનોલોજી

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં સક્રિય હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. દુનિયાના કેટલાક દેશો ખાસ કરીને અમેરિકા, રશિયા અને ચીન આ દિશામાં પહેલેથી કાર્યરત છે.

અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે શત્રુ પર ત્રાટકશે આ મિસાઇલ

DRDOના પ્રવક્તાએ કહ્યું કે સંપૂર્ણપણે સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં DRDOના વિજ્ઞાનીઓ અને ટેક્નોક્રેટ્સ કામે લાગ્યા છે. અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે શત્રુ પર ત્રાટકે એવું આ મિસાઇલ હશે.

આ મિસાઇલના ટે્સ્ટ માટે બનતી ત્વરાએ એક વીંડ ટનલ અને નવી ટેક્નિક અમલમાં મૂકવામાં આવશે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ ટૂંક સમયમાં આ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.

બેલાસ્ટિક મિસાઇલ સૌથી વધુ ઘાતક

દરેક દેશ પોતાની યુદ્ધ સજ્જતાને વધારવા તેમજ ફ્રન્ટ લાઇન કોમ્બેટ યુનિટને વધુ સુદ્રઢ કરવા આવા મિસાઇલ બનાવવાની દિશામાં પ્રયોગો કરી રહ્યો છે. ભારત પણ સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રીથી આવા હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં કાર્યરત છે.

અત્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ સૌથી વધુ ઘાતક ગણાય છે. પરંતુ સુપરસોનિક મિસાઇલ એના કરતાં પણ વધુ ઘાતક હશે અને એને રોકવાની ટેક્નિકલ  ક્ષમતા હાલ કોઇ દેશ પાસે નથી.

Read Also

Related posts

jioની સસ્તી મોબાઈલ સેવાનો લાભ હવે નહીં લઈ શકો, જુઓ નવા નિયમો

Dharika Jansari

વડોદરામાં તસ્કરો ચોરી કરવા ઘરમાં ત્રાટક્યા, કંઈ ન મળતા ડ્રોઈંગ રૂમમાં જ લઘુશંકા કરી

Mayur

જમ્મુ-કાશ્મીરના દ્રાસમાં પારો ગગડીને માઇનસ 11.5 : ભૂસ્ખલનમાં એકનું મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!