GSTV
India News ટોપ સ્ટોરી

DRDOએ નવી પેઢી આકાશ સહિત બે સ્વદેશી મિસાઇલોનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ, એરફોર્સની તાકાત વધશે

ભારતીય સેનાને મજબૂતી આપવાના ભાગરૂપે ભારતીય રક્ષા સંસ્થા DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસીત ઓછા વજન.. તથા ફાયર કર્યા બાદ આપ મેળે ટાર્ગેટ પર પ્રહાર કરનારી મેન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

ન્યૂ જનરેશન આકાશ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ

DRDOએ બુધવારે અન્ય એક સિદ્ધિ નોંધાવતા જમીનથી આકાશમાં પ્રહાર કરનારી ન્યૂ જનરેશન આકાશ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું.. આકાશ મિસાઇલનું આ પરીક્ષણ ઓડિશાના સમુદ્ર કિનારે એકીકૃત પરીક્ષણ રેન્જમાં કરવામાં આવ્યું.. આકાશ મિસાઇલનું આ નવું વર્ઝન સુરક્ષામાં મજબૂતી પ્રદાન કરશે.

હુમલા મોડમાં લક્ષ્ય પર પ્રહાર કર્યો અને તેને નષ્ટ કરી નાંખ્યો

મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત મેન પોર્ટેબલ લોન્ચર પરથી લોન્ચ કરવામાં આવી હતી.. ડીઆરડીઓએ આગળ કહ્યું કે મિસાઇલે સીધા હુમલા મોડમાં લક્ષ્ય પર પ્રહાર કર્યો અને તેને નષ્ટ કરી નાંખ્યો.

પરીક્ષણે લઘુતમ મર્યાદમાં સફળતાપૂર્વક માન્યતા પ્રદાન કરી.. મિસાઇલને નવીનતમ એવિયોનિક્સની સાથે અત્યાધુનિક લઘુ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકરની સાથે સામેલ કરાઇ છે..મેન પોર્ટેબલ મિસાઇલને એક ટ્રિપોડનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવી હતી.. જેને 15 કિલોગ્રામ વજનની સાથે 2.5 કિલોમીટરની મહત્તમ મર્યાદા સુધી પ્રહાર કરવા માટે ડિઝાઇન કરાયું છે.

ડીઆરડીઓએ બુધવારે અન્ય એક સિદ્ધિ નોંધાવતા જમીનથી આકાશમાં પ્રહાર કરનારી ન્યૂ જનરેશન આકાશ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું.. આકાશ મિસાઇલનું આ પરીક્ષણ ઓડિશાના સમુદ્ર કિનારે એકીકૃત પરીક્ષણ રેન્જમાં કરવામાં આવ્યું.. આકાશ મિસાઇલનું આ નવું વર્ઝન સુરક્ષામાં મજબૂતી પ્રદાન કરશે.. ડીઆરડીઓ તથા ડીઆરડીઓની પ્રયોગશાળાના સહયોગથી નવી પેઢીની આકાશ મિસાઇલ ટેકનિક વિકસીત કરાઇ છે.. મિસાઇલ પરીક્ષણને ભારતીય વાયુસેનાના પ્રતિનિધિઓએ પણ નિહાળ્યું..

READ ALSO

Related posts

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda

મિશન 2024 / ચંદ્રશેખર રાવની દિલ્હી રેલીમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન?, મોદી સામે લડવા રાવમાં થનગનાટ પણ વિપક્ષ ઉદાસિન

Hardik Hingu

હવે ફ્લાઈટમાં પાલતુ કૂતરા કે બિલાડીને પણ લઈ જઈ શકાશે, આ એરલાઈન્સે કરી જાહેરાત

Hemal Vegda
GSTV