ડીઆરડીઓ હવે આવનારી પેઢી માટે હલકા વજનના બ્રહ્મોસ મિસાઈલ તૈયાર કરશે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ડીઆરડીઓએ 18 હજાર રૂપિયાની રોકાણ યોજના તૈયાર કરી છે. જેમાં હલકા વજનના બ્રહ્મોસ મિસાઈલ પણ નિર્માણ શામિલ છે. દેશના મુખ્ય સંરક્ષણ શોધ સંસ્થાના ચેરમેન એસ.ક્રિસ્ટોફરે કહ્યું કે સંગઠને લગભગ 25થી 30 ટકા રકમની ફાળવણી નવી પરિયોજનાના વિકાસ માટે કરી છે. ચેન્નાઈમાં ચાલી રહેલા ડિફેન્સ એક્સપોમાં ક્રિસ્ટોફરે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે કેટલીક મોટી યોજનાઓ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અને પ્રબંધ નિદેશક સુઘીર મિશ્રાએ કહ્યું કે અમારી પાસે આવનારી પેઢીના બ્રહ્મોસ મિસાઈલ વિકસિત કરવાનો પ્રસ્તાવ છે. તેને બ્રહ્મોસ એનજી મિસાઈલ નામ અપાયું છે. આ મિસાઈલ હાલની બ્રહ્મોસની સરખામણીમાં હલકી હશે. પરંતુ તેની રેંજ લગભગ સમાન હશે. અને તેને વિભિન્ન પ્લેટફોર્મ પરથી છોડી શકાશે.