GSTV

રાહુલ દ્રવિડના દિકરાની ટીચૂક-ટીચૂક બેટીંગ, ડબલ સેન્ચુરી ફટકારી પણ વિરોધી ટીમના ખેલાડીઓને થકાવી માર્યા

Last Updated on December 21, 2019 by

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વોલના હુલામણા નામે ઓળખાતા રાહુલ દ્રવિડને તેની મકક્મ અને ધૈર્યપૂર્ણ બેટીંગ માટે જાણવામાં આવે છે. રાહુલ દ્રવિડની નિવૃતિ બાદ હવે તેનો દિકરો પણ ક્રિકેટમાં એ જ શૈલીમાંં રમીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. રાહુલ દ્રવિડના દિકરા સમિતે કર્ણાટક રાજ્યની અંડર-14 મેચમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. વાઈસ પ્રેસિડેન્ટ એકાદશ માટે રમતા દ્રવિડે ધારવાડ જોન વિરૂદ્ધ 201 રન ફટકાર્યા હતા. આ સાથે જ રાહુલ દ્રવિડના દિકરામાં પણ દ્રવિડની એ છબી દેખાય હતી.

સમિતે 256 બોલમાં 22 ચોગ્ગાની મદદથી ડબલ સેન્ચુરી ફટકારી હતી. પણ મેચનો કોઈ નિર્ણય નહોતો આવ્યો અને ડ્રો સાથે પૂર્ણ થઈ હતી. સમિતે બીજી ઈનિંગમાં પણ ઉત્કૃષ્ટ બેટીંગનો નમૂનો રજૂ કરતાં નોટ આઉટ 94 રન ફટકાર્યા હતા. આ સાથે જ બોલિંગમાં પણ તેણે શાનદાર દેખાવ કર્યો હતો.

તેણે 94 રન જ નહીં પણ 26 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જો કે દ્રવિડે ભારતીય ટીમમાં વિકેટ કિપરની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને કોઈ દિવસ બોલિંગ નહોતી કરી. સમિતે 2015માં અંડર-12 ટૂર્નામેન્ટમાં માલ્યા અદિકિ ઈન્ટરનેશનલ સ્કૂલ માટે ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી. આ ત્રણે મેચમાં સમિતની ટીમ વિજયી બની હતી. ભારત માટે 164 ટેસ્ટ રમી ચૂકેલા દ્રવિડે 286 ઈનિંગમાં 13,288 રન ફટકાર્યા છે. હાલ તો તે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીનો પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત અંડર-19 ક્રિકેટ ટીમના કોચ તરીકેની ભૂમિકા પણ તે ભજવી ચૂક્યો છે. જેમાં ભારતનો જ્વલંત વિજય થયો હતો.

READ ALSO

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!